________________
શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા
[ ૧૮૫
કડવી-કઠેર પણ મારી હિતકારી હિતશિક્ષા અવશ્ય ફરમાવે. મેક્ષાભિલાષક! આપણે સૌએ આરાધના કરી જગતના પ્રમાણ પત્ર મેળવવાના નથીઆપણે તે આપણા આત્માથી પ્રમાણ પત્ર મેળવવાનાં છે. પરમાત્માથી પ્રમાણપત્ર મેળવવાનાં છે. -શાસ્ત્રથી સહી કરાવવી છે. મારી આરાધના સુંદર છે.
જગત જુએ બાહા વ્યવહારબાહા વ્યવહાર સારો જુએ એટલે તેના પ્રમાણપત્ર મળી જાય. પણ અંતરજ્ઞાની તે બાહ્ય વ્યવહાર સાથે આત્મિક શુદ્ધિ પણ જુએ. સામાન્ય વ્યક્તિ કઈ જાડા માણસને જઈ કહી દે કેવું અલમસ્ત શરીર છે. પણ ડે. જાડા માણસને જુએ અને તેની આંખની નીચે ભાગ, નખ અને જીભ તપાસે, પછી જ નિરેગી કહે અને પછી જ હસે... મજાનું છે તમારું શરીર. તેમ આત્મિકજ્ઞાની પણ અંતરના શુભ પરિણામ સાથે બહારને વ્યવહાર શુદ્ધ જુએ તે આનંદ માને. કારણ, અંતરમાં શુભ પરિણામ હોય તો હજારે ભદ્રિક – સરળ પરિણામી ધર્મ પામે તે શુદ્ધ વ્યવહાર કેમ ન રાખે?
થોડી પણું મહત્વની વાત યાદ રાખજેનું અંતર શુદ્ધ અને બાહ્ય વ્યવહાર શુદ્ધ હોય તે આત્મા અનેક ભવ્ય જીવનું આલંબન બની શકે. અનેક આત્માઓને તારક-ઉદ્ધારક બની શકે અને ખુદના આત્માનું પણ કલ્યાણ કરી શકે.
જેનું અંતર શુદ્ધ હોય અને બાહ્ય વ્યવહાર શુદ્ધ ન હાય તે માગ પ્રવર્તક ના બની શકે તેનું આલેખન લઈને કિઈ ના તરી શકે, પણ, જે પોતે એમ માને કે મારે બાહ્ય
વ્યવહાર શુદ્ધ રાખ જોઈએ. પણ તે પાળી શકતું નથી, તે મારી ત્રુટી છે, પણ મનની શુદ્ધિ તે રાખવી રાખુ. આવી જેની ભાવના હોય તે આત્મા ખુદ આરાધક બની શકે.