________________
૧૮૪ ]
માનવજીવનમાં ખરીદવા લાયક ચીજ છે વિવેક
અપ્રમત્તભાવના ચાહક મારા શિષ્ય !
મારાથી તેને પ્રમાદી કહેવાય? તું પ્રાતઃકાળમાં ઊઠીને આવશ્યક ક્રિયા કરે, પડિલેહણ કરે, અધ્યપન–અધ્યાપન કરે સ્વાધ્યાય કરે, સ્વાધ્યાય કરાવે, સેવા-સુશ્રુષા કરે, શાશન પ્રભાવના કરે, લેગ કરે, વિહાર કરે–આવા સુસાધુને હું પ્રમાદી કહું તે મારી ગુસ્તા ન લાજે? તું પ્રમાદી હોઈ શકે?...ના ના... એક દિવસ તે મહા અપ્રમત આત્મા બની સિદ્ધાવસ્થાને પ્રાપ્ત કરનાર મારા શિષ્યને મારાથી તે પ્રમાદી કહેવાય કેમ?
ગુરુદેવ ! આપ શું ફરમાવે છે? આપ બેલે છે તે સારું પણ આપની આંખે મને કંઈક્ર જુદું કહી રહી છે શું આપ મારા પર કટાક્ષ કરે છે? શું મારી મજાક કરો છે? શું મારા ગુરુના હૃદયને પણ ન જાણું?
વત્સ :- તું મારા વચનને સમજે તેના કરતાંય અભિપ્રાયને સમજવાની અધિક કેશિશ કરે. ગુરુના અભિપ્રાય સમજનાર અને તે પ્રમાણે વર્તન કરનાર–સુશિષ્યથી પ્રભુનું શાસન ધન્ય બનવાનું છે. એકવીસ હજાર વર્ષ સુધી પ્રભુનું શાસન ચાલશે તે પણ સુયોગ્ય આત્માઓથી જને? જે ને મારું આ શરીર એક દિવસ વિદાય લેશે. પછી શાસનનું સુકાન તારે જ સાંભળવાનું છે ને ? મારું શરીર નષ્ટ થશે, પણ મારા શુભ મનોરથના બીજ તે તારા જેવા સુશિષ્યમાં વાવ્યા છે. એટલે એક દિવસ નવપલ્લવિત થવાનાં જ છે. તું ભાવિન શાસન પરંપરાને વાહક તું એાગ્ય ન હોય એ કેમ બને?
ગુરુદેવ આમ, મને ફેસલા નહિ. આપની કૃપા મને ગ્ય બનાવે. આજે આપ મને કઈક સમજાવવા માગે છે, શું મારી ગ્યતાને અભાવ લાગે છે. ગુરુદેવ આપના ચરણે -સ્પર્શ કરી કહું છું આપની હિતશિક્ષા મને ગ્ય બનાવશે.