________________
શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા
[ ૧૮૩
પ્ર(માદ)-મદ્યતે, માદ્યતે–ગાંડા થવું, પાગલ થવું મુંઝાવું પ્રમાદ– અત્યંત ગાંડા થવું, પાગલ થવું, ભયંકર મુંઝાવું
એટલે દેખાવ ડાહ્યાને પણ હકીકતમાં પાગલ... જેને દેખાવ ડાહ્યા હોય અને વર્તન પાગલ જેવું હોય તેના ગાંડાપણનું નિદાન કરવામાં ડે. પણ ભૂલ ખાય. પણું, પ્રભુ શાસનના સર્વજ્ઞ આત્માઓ-કેવલજ્ઞાન–વીતરાગી પાગલના નિદાન તુરત કરે છે. _ _“વતન સારું હોય પણ મન જેનું ગાંડું હોય–અવ્યસ્થિતિ હોય તે પાગલ.”
મેહનીય કમ જેનું જોરદાર હોય તે પાગલ શાસ્ત્રીય પરિભાષામાં તેને પ્રમાદી કહે છે. વતન કદાચ વિપરીત હોય પણું મન જેનું સ્વસ્થ હેય, મન વ્યવસ્થિત હોય તે ડાહ્યો. શાસ્ત્રીય પરિભાષામાં તેને અપ્રમાદી કહે છે.
પ્રમાદીને બધાંથી ભય લાગે, પ્રમાદીથી બધાને ભય... પાગલ જ્યાં જાય ત્યાં તેફાન કરે એટલે સૌને પણ ભયંકર ત્રાસ... પાગલ જે ખાય, જે પીએ, જે કરે તેનાથી તેનું પાગલપણું તોફાન જ વધે, પાગલને જે સાચવે તેને જ છે મારે. કદાચ મગજનો પાગલ હેરાન ન પણ થાય અને હેરાન ન પણ કરે, પણ મેહનીય કર્મને પાગલ જ્યાં જાય ત્યાં ભયંકર કમબંધના તોફાન કરીને જ રહે. તેથી પ્રમાદીને સર્વથી ભય, પ્રમાદીને સર્વને ભય “અપ્રમાદી સદા નિર્ભય..અપ્રમાદીથી સો નિભળ્ય..
ગુરુદેવ ! આપ, આ બધું મને કેમ સમજાવે છે? ભાઈસાબ ! દિવસે જરા પણ સૂતે નથી. આખો દિવસ પુસ્તક લઈને બેસી રહું છું. અપ્રમાદી નહિ? આપ મને અપ્રમાદી નહિ કહે ત્યાં સુધી મને શાંતિ મળવાની નથી. જલદી કહેને...