________________
શ્રી આચારગ સૂત્ર ચિતનિકા
[ ૧૭૭
શું માનવ જીવનનું આનાથી અધિક અવમૂલ્યાંકન હોય ??? - આ વ્યાકુળતા બાળકમાં જ હોય તેવું નહિ, વૃદ્ધમાં પણ હોય, સાધુમાં પણ હોય, અને ગૃહસ્થમાં પણ હાય. શ્રી આચારાંગ સૂત્ર એક આત્મિક ઔષધિનું દિવ્ય વન છે, સાધક! શ્રી આચારંગ સૂત્ર તને એક દિવ્ય ગુટિકા આપે છે. દુઃખ માત્રનું બીજ વ્યાકુળતા. વ્યાસેહ ઝંખના, અભિલાષા જ તારામાં પેદા ન થવા દે તે ! વ્યાકૂળતા રહે તે દુઃખ રહે, પણ વ્યાકૂળતા નષ્ટ થાય તે દુઃખ બીજ નષ્ટ થાય જ.
શ્રી આચારાંગ સૂત્રની આ દિવ્ય ઔષધિ સાધક તારી પાસે રાખી લે..ના...તારે પલ્લે બાંધી લેનાપલે બાંધવાથી પણ છૂટી જાય. આ ઘડીએ આ પળે જ તું તે દિવ્યગાળી ગ્રહણ કરી લે... દુઃખ રફૂચક્કર થઈ જશે. એ ઔષધ છે. “સહિઓ દુકખમત્તાએ પુટ્ટોને ઝઝાએ
આ ઔષધિને પ્રભાવ છે. દુઃખની માત્રા રહેતી જ નથી. નિર્વિષ સાપ કરડે તે પણ શું થાય? દુઃખ આપે તે પણ શું? દુઃખની નાશક શકિત હણાઈ ગઈ. દુઃખને પણ હવે કહેવું પડે છે, ભાઈસાબ મારું નામ બદલે હવે મને જુદા નામથી બોલાવે.
ગુરુદેવ ! શું હું આપને નાનકડે શિષ્ય નથી? મારી હિતચિંતા તમે નહિ કરે તો કેણુ કરશે. મારા ઉપર દયા કરે. કરૂણા કરે.... અનુગ્રહ કરે. મને પણ વ્યાકુળતાથી દૂર કરવાની આષધિ આપો. નાનકડો હું દુનિયામાં દોડી જઈશ. ઘરે ઘરે જઈને કહીશ મારા ગુરુ પાસે એક ઔષધિ છે “જાઓ તમે લઈ આવો અને મારા જેવા મસ્ત ફકીર બની જાઓ ૧૨