________________
સ
“સહિઓ દુખમત્તાએ પુને ઝંઝાએ”
કેટલીક વ્યક્તિઓ અગ્નિ વચ્ચે ચાલે છે, પણ અગ્નિએને બાળતો નથી, દઝાડતો નથી, પણ પાણી ઉપર ચાલતી. હેય તેમ લહેરથી ચાલે છે, ત્યારે પ્રશ્ન થાય આ વ્યક્તિ પાસે એવી કઈ સિદ્ધિ છે ? કઈ શક્તિ છે કે જે તેને બાળતી. નથી દઝાડતી નથી. '
વ્યક્તિ પાસે ફાયરપ્રફ સાધને હોય તે અગ્નિ વચ્ચે. પણ આનંદથી રહી શકે, પણ વિશ્વના સમસ્ત માનવે વ્યાકુળતાથી એવા ઘેરાયેલા રહે છે કે એક ક્ષણ માટે તેને ચેન પડતું નથી વ્યાકુળતાથી વિહ્વલ બનેલ માણસ વિશ્વમાં સર્વત્ર ફરે છે, સર્વ વસ્તુને ઉપયોગ કરે છે. છતાંય જ્યાં
જ્યાં જાય છે, ત્યાં ત્યાં દુઃખથી દાઝે છે. સ્વપ્નમાં પણ સુખ તેને મળતું નથી, જેમ જેમ દુઃખ મળે છે તેમ તેમ તેની દુઃખ દૂર કરવાની ઘેલછા ભયંકર તીવ્ર બની જાય છે, અને ડુબતે માણસ જેમ તરણને સહારો લે તેમ તે સુખ શબ્દ સાંભળે છે, ત્યાં દોડે છે,' ભાગે છે. જે મળે તેને સ્વીકારે છે, પણ વિચિત્રતા એ સજાય છે, કે તેની પાસે પદાથ આવતાં સુખ નામનું તત્વ દૂર થઈ જાય છે, અને દુઃખનું પ્રગટીકરણ થાય છે. દુઃખથી દાઝેલ દુઃખની ભૂતાવળમાં ફસાયેલ વ્યકિતની શાંતિ તે દૂર ભાગે છે, પણ હવે તેને સ્વભાવ વિચિત્રતાની માઝા મૂકે છે, ખુદ દુઃખી થાય છે, અને સૌને દુઃખી કરે છે. સુખ અને શાંતિના વારસા સમે.
માનવ વ્યાકુળતાથી વિહ્વળ બની વિશ્વને પણ દુઃખની - - લ્હાણી કરે છે.