________________
૧૭૨ ].
ભૂલને પંપાળે તે પીડિત
ગયે. આદ્રકુમારને અભયકમારની મિત્રતાએ સિદ્ધ કર્યું. | સુયોગ્ય મિત્ર મિત્રના આત્મ કલ્યાણમાં સહાયક બને છે. તેથી જીવનમાં મિત્ર સંબંધને સૌએ અનિવાર્ય સ્વીકાર્યો. આધ્યાત્મિક વ્યક્તિઓએ પણ મિત્રભાવ સ્વીકાર્યો પણ કંઈક અલગ રીતે એજ વાત શ્રી આચારાંગ સૂત્રના ૧૧૮મા સૂત્રમાં ફરમાવે છે. A “પુરિસા ! તુમમેવ તુમ મિત્ત, કિં બહિયા મિત્તમિચ્છસિ ?
મહાનુભાવ! તું જ મારો મિત્ર છે તે મિત્રનું અન્વેષણ જગતમાં શા માટે કરે છે? શ્રી આચારાંગ સૂત્રને “પુરિસા -શબ્દ કેઈ સ્ત્રી જાતિ કે પુરુષ જાતિને ઉદ્દેશીને વપરાયેલ નથી. પણ અહીં ‘પુરિસા શબ્દને અર્થ છે “સુયોગ્ય આત્મા– “હિત શિક્ષાને એગ્ય મહાત્મા.”
પુરિસા” શબ્દથી પુરુષ આકૃતિ ગ્રહણ કરવાની નથી તે પુરુષવેદ ક્યાંથી ગ્રહણ થાય ?
પરિસા શબ્દ વ્યકિતમાં રહેલી ગ્યતાનો દ્યોતક છે. એટલે અર્થ થાય કે મહાનુભાવ ! તું જ મારે મિત્ર, પછી તું મિત્રની શા માટે ઝંખના કરે છે? તારે મિત્ર શોધવા બહાર ન જવું જાઈએ. આ આચારાંગ સૂત્રની હિતશિક્ષા છે.
સંબંધની માયાજાળમાં ગૂંચવાયેલ માનવ એકતત્વ ‘ભાવનાનું વિસ્મરણ કરી દે છે અને સંબંધ ભગ થતાં દીન-હીન બની જાય છે. અસગી અસંગી આત્મા સાગ અને સબંધમાં ભૂલો પડી દુઃખની પરંપરા સજે છે અને નિજાનંદી આત્મા દુઃખની ઊંડી ખાડીમાં ધકેલાઈ જાય છે
એટલે જ શ્રી આચારાંગ સૂત્ર ફરમાવે છે કે શા માટે તું મિત્રનું બહાર સંશોધન કરે છે?” વાક્યમાં રહેલે “કિઝ -શબ્દ વાકયની કેઈ અનેરી ભવ્યતા વ્યક્ત કરે છે. આ વાય