________________
શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા
[ ૧૭૧
ભાગમાં વહેચી નાંખ્યા- “પ્રિય શબ્દ અને અપ્રિય શબ્દ
પ્રિય શબ્દ બોલનાર મિત્ર બની ગયા...અપ્રિય શબ્દ બેલનાર શત્રુ બની ગયાફત આંખ દ્વારા વિશ્વનું દર્શન કરનાર બાળકની દ્રષ્ટિ બદલાઈ. સૃષ્ટિ અનેખી દેખાઈ. મિત્ર અને શત્રુ..જ્યાં મિત્ર મલ્યો, ત્યાં માનવ દેડી ગયે. જ્યાં શત્રુ સામે આવ્યે ત્યાંથી માનવ ભાગવા લાગ્યો. પણ મુશ્કેલી એ થઈ વિશ્વમાં કયાંય તેને શાંતિ મળી નહિ સેહામણા શબ્દ બેલન ૨ મિત્રો છેતરવા લાગ્યા. શબ્દ સેહામણું રહયા. કાર્ય બિહામણું રહયાં. હવે માનવને થાય છે કેવી રીતે એકલા જવાય ? મિત્ર વગરનું જીવન ન ચાલે...મિત્ર તે જોઈએ. જન્મ વખતે સંબંધ વગરને હતે પણ, પાંચ-પચીસ વર્ષમાં સંબંધની વિવિધ શ્રખલાથી વીંટાયેલ માનવ પકાર કરીને કહે છે સંબંધ વગર જીવાય કેમ ? તેમાં પણ બધા સંબંધ હોય કે ન હોય, પણ મિત્ર વગર કેમ ચાલે ? પ્રિય અને અપ્રિય શ્રવણમાંથી મિત્ર નામના સંબંધની માનવને ભેટ મળી પણ પછી તે. માનવને મિત્ર સંબંધ જીવન માટે જરૂરી થઈ ગયે. વિશ્વએ પણ તે માન્ય કર્યું. મિત્ર જોઈએ અને તીર્થકરેએ. પણ મૈત્રીનો પવિત્ર માર્ગ અપનાવ્યું. આમ મિત્રના સંબંધને તીર્થકરની મહોર લાગી. વિશ્વ સાથે મૈત્રી રાખી તે તીર્થકર બન્યા. વિશ્વમૈત્રી તીર્થકર બનવામાં સહાયક બની તે. વ્યક્તિની મિત્રતા વ્યક્તિના વિકાસ માટે સહાયક ખરી કે નહિ ? સહાયક શક્તિ ન હોય તો મેળવવા પ્રયત્ન કરે જોઈએ. આમ, માનવમન ઘડાઈ ગયું અને મિત્ર સંબંધ અનિવાર્ય બની ગયે. મિત્ર સંબંધને વ્યવહાર શાત્રે પણ માન્ય રાખ્યો અને ધર્મ શાસ્ત્ર એ પણ માન્ય રાખ્યા. કારણ,મિત્ર મિત્રની પ્રગતિમાં પ્રેરક–પ્રોત્સાહક અને સંવર્ધક બની.