________________
“પુરિસા તુમસેવ તુમ મિત્ત, કિં બહિયા મિરમિચ્છસિ ?”
માનવને કાન છે તેથી તે કઈને કંઈ સાંભળવાને ટેવયેલ છે. શ્રવણ સહજ છે. બીજા કાર્ય અને વ્યકિતને પ્રયત્ન કરે પડે છે ત્યારે શબ્દ તે સહજ કાનમાં જાય છે અને વ્યકિત શબ્દ શ્રવણને હા લઈ શકે છે. પણ આ શબ્દ શ્રવણ દ્વારા દુનિયામાં મિત્ર અને શત્રુની લાંબી કતાર ઊભી થઈ જાય છે. | બાળકે દુનિયાના જે દિવસે પ્રથમ દર્શન કર્યા તે દિવસે તેના હાથની મુઠી બંધ હતી. કઈક ઈગિત કરી રહેલ હતું.
મારૂં બધું ગુપ્ત છે. મારામાં બધું છે. જુઓને, મારી મુઠી પણું બંધ છે. પણ જ્યાં શબ્દ સાંભળવા લાગ્યા ત્યાં મુઠી ખુલી ગઈ. હાલરડામાં ગવાતાં ગીત સાંભળતાં બાળક સૂઈ જવા લાગ્યું. બસ, ત્યારથી માનવજીવનને એક સંઘર્ષ શરૂ થઈ ગયે. પ્રિય શ્રવણ-અપ્રિય શ્રવણ...પ્રિય. શ્રવણથી આનંદની અનુભૂતિ એટલે નિદ્રા આવવા લાગી. અપ્રિય શ્રવણ જાગવું–રડવુ... પ્રિય અને અપ્રિય ભેદ શરૂ થયો. એટલે દુનિયા પણ બે વિભાગમાં વહેચાઈ ગઈ. દુનિયાના નવા મહેમાને શબ્દ શ્રવણથી ભેદ રેખા ઊભી કરી. દીધી. મિત્ર અને શત્રુ
પ્રિય કહે તે મિત્ર અપ્રિય કહે તે શત્રુ નવજાત શિશુને કેઈ મિત્ર, કેઈ શત્રુ ન હતા. માત્ર વિશ્વ દશન હતુંવિશ્વ સ્પશન હતું...શબ્દનું શ્રવણ હતું. પણ, સહજ વિશ્વના પદાર્થનું મનનીય મને પૃથકકરણ કર્યું અને શબ્દને બે