________________
શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા
! ૧૬૭ સમભાવ આવે ત્યારે સ્વ સુખનું લક્ષ્ય ના રહે. સ્વમાં કેન્દ્રિત થયેલ આત્મા સવ બની જાય,
સર્વને બની જાય તે સર્વની ચિંતા કરે. જેને સર્વની ચિંતા કરવાની હોય તેનામાં આનંદ-ખુશી–પ્રસન્નતા હોય. કુટુંબના વડીલ પણ વિચારે છે. કઈ પણ વસ્તુ સૌને સરખી ન પહોંચાડી શકાય. કયારેક ઓછીવત્તી થાય. પણ લાગણીપ્રેમ તે સૌને સમાન આપી શકાય.
સમભાવી વિશ્વના પ્રતિનિધિ બને છે. તે સમજે છે કે પદાર્થના વિભાગ કયારેય સરખા ન કરી શકાય, પણ શાંતિના દાન સૌને સમાન કરી શકાય. જેને શાંતિના દાન કરવાનાં હોય તેનું મન સ્વસ્થ રહે. હૃદય પ્રસન્નતાથી સભર રહે. સમભાવપૂર્વક વિચારણા કરવાથી આત્માની પ્રસન્નતા પ્રાપ્ત થાય. આ પ્રસન્નતા પ્રાપ્તિને રાજમાર્ગ છે.
તારે આચારાંગસૂત્રના રહસ્ય પ્રાપ્ત કરવા છે તે તને હું વિસ્તારથી કેમ ના સમજાવું? ઉડાણથી કેમ ના સમજાવું. મારા દેહને તે કાલની અસર થવા લાગી છે. ભાવિ શાસનને વારસદાર તું પણ છે. શાસનના સત્યને જીવંત રાખવાની અને જાળવવાની જવાબદારી તારી પણ છે જ. : - ભાવિના શાસન રક્ષક ! પ્રસન્નતા પ્રાપ્ત કરવાને બીજેપણ એક રમણીય મનહર માર્ગ છે. “સમય” નો અર્થ જેમ સમભાવ છે તેમ “સમય” નો અર્થ આગમ પણ છે. આગમને વિચારીને શાસ્ત્રથી ઉક્ષા કરી આત્માને પ્રસન્ન રાખવું જોઈએ. સર્વજ્ઞ પ્રભુનું આગમ એટલે સ્થળે સ્થળે હેય-સેય ઉપાદેયતત્વની સમજ. સર્વજ્ઞ પ્રભુનું આગમ એટલે મૈત્રી–અમેદ-કારુણ્ય-માધ્યસ્થ ભાવને મહાસ્તોત્ર. સર્વજ્ઞ પ્રભુનું આગમ એટલે કર્મ અને પુરુષાર્થનું વિજ્ઞાન.
સર્વજ્ઞ પ્રભુનું આગમ એટલે ધર્મના મહાપ્ર