________________
૧૬૬ ] વૃદ્ધની આશાને સ્વીકાર એ જીવનનું મંગલ છે.
દોષ પાત્ર નહિ. દેષ બીજાને-ભૂલ બીજાની–ગુ બીજાને ગુનહેગાર બીજા. આ ગુન્હેગાર ગુંડાઓએ મારી શાંતિનો નાશ કર્યો. મને હેરાન કર્યા. અને આવા વિચારનો એ વાવટોળ આવે કયારેક તે રૂદન-રીસામણાં-મનામણું છોડી મારું કે મરું તેવી પરિસ્થિતિ ઉપર પહોંચી જાઉં છું. એટલે જ હું એકાંત અને વિચારથી ગભરાઉં છું, અને આપ ફરમાવે છે. વિચારણાથી પ્રસન્નતા આવે. સાચું કહી દઉં છું. ભાઈસાબ એકાંતમાં અને વિચારણામાં મને મારી જાત નિર્દોષ લાગે છે અને આખી દુનિયા ગુન્હેગાર લાગે છે. એટલે હું ક્યારેક મુઠ્ઠીવાળી હવામાં વધું છુંકયારેક દાંત કચકચાવી બબડું છું. બોલે, હવે હું શું કરું?
વત્સ ! મેં તને વિચારવાનું કહ્યું છે. તે વિચારણાને માર્ગ દેખાડીશ દવા લેવાની પણ પદ્ધતિ હોય. ઔષધિ પણ પદ્ધતિસર ન થાય તે રાગ ન જાય.
- પ્રતારણું તે વિચારણું નહિ પણ જયાં મનની નિમળતા થાય તે વિચારણા કહેવાય?
સુખદર્શન દર્પણમાં કરાય. રાગદશન સ્ક્રીનીંગ-એસરેમાં થાય તે આત્મદર્શન કયાં થાય ? તે પણ સમજવું જોઈએ ને !
સમભાવ વગર આત્મદર્શન ન થાય.
સમતાથી વિચારીએ તે પ્રસન્નતા પ્રાપ્ત થાય. સમતાસમભાવ ક્યાં આવે ત્યાં “હું” પદ અહંકાર અને મમકાર વિદાય લઈ લે. અહંકાર જાય–મમકાર જાય એટલે સમભાવનું સામ્રાજ્ય ફેલાય. જ્યાં સમભાવ આવે ત્યાં મારા-તારાને ભેદ ભૂલાય. મારું-તારું ભૂલાય એટલે એક જ શુભભાવ પેદા થાય. મારા કરતાં આ વિશ્વને સુખની અધિક જરૂર છે. આશ્વાસનની અધિક જરૂર છે. લાગણીની અધિક જરૂર છે.
-