________________
શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા
[ ૧૬૫
જ્યાં રાગ-દ્વેષ ત્યાં કમબંધ, જ્યાં કર્મબંધ ત્યાં જન્મ-મરણઆ ચક્રમાં અનાદિથી અવિરત ભ્રમણ કર્યા છે. આ ચક્રના નાશનો ઉપાય પ્રસન્નતા, જ્યાં પ્રસન્નતા ત્યાં સુખ, જ્યાં સુખ ત્યાં શાંતિ, જ્યાં શાંતિ ત્યાં સમભાવ અને જ્યાં સમભાવ ત્યાં રાગ-દ્વેષને અભાવ અને જ્યાં રાગ-દ્વેષને અભાવ ત્યાં કર્મબંધને અભાવ, જ્યાં કમબધો અભાવ ત્યાં જન્મમરણને અભાવ અને જ્યાં જન્મ-મરણને નાશ ત્યાં સર્વ પીડાને નાશ અને સદા શાશ્વત શાંતિનું સામાજ્ય-સિદ્ધાવસ્થાના પ્રગટીકરણું.
સાધક ! સાધુ થયો છે હવે પ્રસન્નતા પ્રાપ્ત કર. પ્રસનતા સિદ્ધ થયે સંસારમાં પણ મેક્ષ સુખની અનુભૂતિ.
ગુરુદેવ ! મેં તો આપના ચરણમાં નિવેદન કર્યું છે, અને ફરી પણ એજ નિવેદન કરું છું. મને આપ આંગળી ચી છે. આપ જ્યાં આંગળી ચીધે ત્યાં પહોંચી જવું. પણ શું મારા ઉપર કૃપા ના કરે! આપ મને પ્રસન્નતાને રાજમાર્ગ દેખાડે. ગલી ખુશીમાં મને ગમે નહિ અને ફાવે નહિ. કયાંક અટવાઈ જાઉં. મને તે મુખ્ય રસ્તે જ બતાવે, કૃપા કરે.
સાધક ! પ્રસન્નતા અપાય નહિ, લેવાય નહિ. પ્રસન્નતા પ્રાપ્ત કરવાની છે મેળવવાની છે.
પ્રાપ્તિ પુરુષાર્થને અવલખે છે–ભાગ્યને નહિ ? પુરુષાર્થ કરીશ? ધરખમ પુરુષાર્થ કરવો પડશે.
પ્રસન્નતાનો મા વિચારણું ચિંતન-મનન.” ચિંતન-મનન કરવાથી પ્રસન્નતા પ્રાપ્ત થાય છે.
ગુરુદેવ ! સાચું કહું, હું જ્યારે વિચાર કરવા બેસું ત્યારે સૌથી અધિક ન્યાય કેને આપું કહું? પ્રથમ પુરુષ એકવચન, સર્વ સમયે-સર્વત્ર મને લાગે હું એટલે મહાત્મા હું એટલે શુદ્ધાત્મા. હું એટલે સ્ફટિક જે નિર્મળ મરો કઈ વાંક નહિ, ગુન્હા નહિ હું ગુનેગાર નહિ, હું