________________
આવા ચિંતન બીજે સહુ સાધકના ચિત્તતંત્ર પણ અનંત -રૌતન્યને ઝબકાવે એ જ ભાવના છે.
લેખિકાએ આવા ચિંતન બીજે મારા નિરીક્ષણ પ્રમાણે નિમૂળ રીતે વિકસાવેલા નથી પણું...ચૂણિ–ટીકા-ભાષ્ય કે નિયુકિત ગ્રંથના આધાર પ્રમાણે વિકસાવેલા છે. આથી આ ચિંતિનિકા વીતરાગી દશાના માર્ગદર્શનની સાથે કૃતવિસ્તાર પણ છે.
સાધુ-સાધ્વીજી વર્ગમાં આગળની બંનેય ચિંતનિકાએ જે રસ જગાડયો હતો તેથી મને હતું કે આ દિશામાં હવે ઘણું ઘણું સાધુ-સાધ્વીજીઓ ચિંતન પ્રવાહ ફેલાવશે. પણ મને હજુ એ દિશામાં ખાસ પ્રગતિ થયેલી જણાઈ નથી.
આશા છે કે આ “આચારાંગ સૂત્ર ચિતનિકા? હજી પણ ઘણાને ચિંતનની દિશામાં પ્રેરિકા બને. લેખિકાને પૂ. દાદા ગુરુદેવ લધિસૂરીશ્વરજી મ. સા. તથા પૂ. ગુરુદેવ વિકમસૂરીશ્વરજી મ. સા. ના શુભાશિષ મળ્યા છે. જે શ્રુત વાંચના અને શ્રવણની પ્રાપ્તિ થઈ છે તે જોતાં આ ચિંતનિકાની એક હારમાળા તૈયાર કરવામાં તેઓને અવશ્ય સફળતા મળશે.
અને અંતે પ્રભુ પાસે એજ પ્રાર્થના કે લેખક–ચંતક, વિચારક સહુ વીતરાગ દશાને પામી અનાદિ અનંત કાળથી ચાલતા કલેશ પ્રવાહનો અંત લાવે અને સમર્થ જિનશાસનને -સમર્થ નાદ “જૈન જ્યતિ શાસનમ ” જગતમાં સિદ્ધિ પામે.
આચાય રાજયશસૂરિ શ્રી ઝવેરચંદ પ્રતાપચંદ વિ. સં. ૨૦૪૪ સુપાર્શ્વનાથ જૈન ઉપાશ્રય. ભા. વ. ૧૩ ૧૦૧ ઈન્દ્રભવન.
તા. ૮-૧૦-૮૮ વાલકેશ્વર રેડે. મુંબઈ-૪૦૦૦૦૬