________________
હવે તેઓએ પિતાની ચિંતનયાત્રા ચલાવી છે. પ્રથમ. અંગસૂત્ર “શ્રી આચારાંગ સૂત્ર પર.
શ્રી આચારાંગ સૂત્ર જેવા અંગસૂત્ર પર ચિતન કરવું અને તેમાંથી વીતરાગીદશાને ચોક્કસ ખેંચી લાવે તેવી વિરાગીતાની વાતને સાધકના હૈયામાં સ્થાપિત કરવી તે સહેલું કામ નથી. પૂ. ગુરુદેવ વિકમસૂરીશ્વરજી મહારાજ સાહેબ કહેતા કે શ્રી દશવૈકાલિક સૂત્ર ચિતનિકા તથા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ચિંતનિકાના પ્રકરણ મેં વાંચ્યા છે. તેમાં સુંદર ભાવાની ભવ્ય દુનિયા ખડી કરી દે તેવું તેનું સુંદર આલેખન છે. આગમના સૂત્રો પર જ્યારે ચિંતન થાય છે. ત્યારે તે સૂત્ર એક અનોખો રસથાળ બની જાય છે. આવા રસાસ્વાદની અંદર વિભોર બનેલો આત્મા પોકારી ઉઠે છે. હે પ્રભુ ! અલ્પજ્ઞ આત્માઓ પણ આ વિષય પર આવા ચિંતન પ્રવાહ રેલાવી શકે છે. તે વિશેષજ્ઞ આત્માઓ આગમના અર્થ સમુદ્રમાં મગ્ન થઈ જાય તેમાં આશ્ચર્ય શુ? આ જગતમાં ભવ્યજી તરીકે કેઈનું દીઘમાં દીર્ઘ આયુષ્ય કહેવાતું હોય તે સર્વાર્થસિદ્ધ વિમાનમાં રહેલા અનુત્તર દેવાનું છે અને તે આત્માઓ આવા શાસ્ત્રના ચિંતનમાં જ પેતાને સમય પસાર કરે છે. જે શાસ્ત્રચિંતન તેત્રીસ સાગરોપમ જેવા દીર્ઘકાળને પણ ઝડપભેર પસાર કરી શકે તેમ હોય તે શાસ્ત્ર અને શાસચિંતન માટે આપણું વર્તમાન જીવનની–સાધુપણુની જીદગી કેટલી? અલ્પ છે? આ નાની જીદગીમાં પણ આવું ચિંતન કરવાનો અભ્યાસ ચાલુ રહે તે જીદગી એ સુખની લ્હાણી બની જાય. છે અને અનંત અર્થના ખજાના જેવા શ્રુતજ્ઞાન પર એક– અતિશાયી શ્રદ્ધા પેદા થાય છે.