________________
આવબળવાન પ્રબળ મેહનું ભેદન કેવી રીતે કરવું ? એ પ્રશ્ન છે. વીતરાગી દશાને કેવી રીતે પ્રગટ કરવી એ મેક્ષાભિલાષકની મુંઝવણ છે. પણ તેને સાદે સીધે રસ્તે એક જ છે કે.
વીતરાગી દશાને જીવનમાં અભ્યાસ કરો. આવા અભ્યાસ માટે અગાધ શ્રુતજ્ઞાનની જરૂર છે જ. શ્રુતજ્ઞાનમાં શિરમણ છે “અંગસૂ.પ્રભુ મહાવીર સ્વામીના ઉપદેશને ગણધર ભગવતેએ સૂત્રરૂપે ગુંચ્યા છે. તે છે દ્વાદશાંગી...બાર અંગો. આ દ્વાદશાંગી એ આપણું વીતરાગીદશાની સાધનાનો મૂળ આધાર છે. માટે જ સફળ. સાધુજીવન માટે, સંપૂર્ણ સાધક જીવન માટે આ દ્વાદશાંગીનું જ્ઞાન અનિવાર્ય છે. જે મહાત્માઓ આ જ્ઞાનને પામ્યા છે તેઓ ધન્ય છે. વર્તમાન કાળમાં તે બાર અંગોમાંથી એક અંગને વિછેર થતાં માત્ર અગીયાર જ અંગ રહ્યા છે અને તેમાં ય તે અંગોના વિસ્તાર અને જે ઉલેખે મળે છે તે કરતાં ઘણું ઓછું પ્રમાણ ઉપલબ્ધ થાય છે. છતાંય આગમ વાણું એ આગમવાણું જ છે. વીતરાગી દશાને પ્રાપ્ત કરાવવા માટે અત્યારે પ્રાપ્ત થતાં આગમો પણ સમર્થ છે. તેમાં ઉલ્લેખાયેલા આચારોનું પાલન અવશ્ય વીતરાગી દશાને બક્ષે છે.
પણું.આ આગમ જ્ઞાનનું વિવિધ અપેક્ષાઓથી ચિંતન કરી તેના અર્થને પામીને તેનું મનન કરવું જરૂરી છે. લેખિકા સાથ્વીવર્યા રાયમાશ્રીજીએ ચિંતન-મનનની દિશામાં એક સરસ પરિપાટીને પ્રારંભ તીર્થપ્રભાવક પૂ. પાદ ગુરુદેવ વિક્રમસૂરીશ્વરજી મ. સા. ની શુભ નિશ્રામાં જ કરેલ છે. તેમની આવા પ્રકારની બે ચિંતિનિકાઓ પ્રસિદ્ધ થઈ ચૂકી. છે જેનાનામ છે... “શ્રી દશવૈકાલિક સૂત્ર ચિંતનિકા તથા “ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ચિંતિનિક.'