________________
૧૪૨ ]
ક્ષમાએ સંતની સાચી ભિક્ષા છે.
- વીર સપૂત ધીર હોય તે જ શોભે. ધીર એટલે ઠંડ–મેળો આવે અર્થ ના કરતે. સંસારીઓ કયારેક કઈ
વ્યક્તિને માટે કહે “બિચારે શાંત છે. તે તેને અર્થ થાય છે બુદ્ધિ વગરને. તેમ અહીં પણ ધીરનો અથ પરાક્રમસાહસ-વિક્રમ વગરને કરતાં નહિ.
બુદ્ધિથી જે શોભે તે ધર.' “બુદ્ધિ જેનું ધન છે તે ધીર
“વિચાર શકિતનો સ્વામી તે ધીર? ધીર હોવાથી પ્રવૃત્તિનું પરિણામ વિચારે, જે પ્રવૃત્તિનું પરિણામ શૂન્ય હોય તેવી પ્રવૃત્તિ ધીર ના કરે.
જે પ્રવૃત્તિથી આત્મા બંધનમાં મૂકાય તે પ્રવૃત્તિ ધીર ના કરે.
સાધક! તું વીરનો વારસ ત્યારે બની શકે જ્યારે ધીર બને.
ધીર બનીશ તે જ પરિસહ-ઉપસર્ગ સામે અડીખમ રહી શકીશ. દેહને નાશ થાય તે પણ વિચારે “કર્મનું પિંજર તૂટયું છે – હું કેણ? આત્મા. મારો નાશ કેણ કરી શકે?
ધીર વ્યક્તિ દોષ કોઈનો ન કાઢે. કારણ, તે વિચારક છે. ધીર વ્યક્તિ કયારેય પીછેહઠ ન કરે. કારણ, કાયના પ્રારંભ પહેલાં તેને બધી જ ગણત્રી કરી લીધેલ હાર્ય. ધીર વ્યક્તિ કાર્ય સફળ કરીને જ રહે. કારણ, તેનામાં વિહળતા નથી, ચંચળતા નથી, ધીર વ્યક્તિ વિજયની વરમાળા પહેરે કારણું, કાર્ય અને તેની ઊંડી સૂઝ છે.
' સાધક ! તારે તે સાત રજજુ ઊંચે મેક્ષમાં પહોંચી શકાય તેવા કઠીન ચઢાણ–આકરા આરહ કરવાના છે. તું ધીર ના બને તે કેમ ચાલે? ધીર બન. પછી તે વીર