________________
[ ૧૪૧
શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા
કરું?. પણ... જરા શાંત થા. શ્રી આચારાંગ સૂત્રનું અમીપાન કરપછી આગળ વધી
શ્રી આચારાંગ સૂત્ર ફરમાવે છે–“ અષ્ણ ૨ સ્કૂલ ચ વિગિ ચ ધીરે,
હે ધીર! તું અગ્રભાગ અને મૂલભાગને દૂર કર.” સાધક! તારી કે મારી પ્રવૃત્તિને કયાં હિસાબ છે? આપણે તે અનાદિ કાળથી પ્રતિક્ષણ –પ્રતિપળ-પ્રતિસમય કઈકને કંઈક તે અવશ્ય કરીએ છીએ ને? આપણે ક્યાં એક ક્ષણ પણ થેલ્યા છીએ. પણ આ બધી પ્રવૃત્તિ બહાવરા બની–વ્યાકૂળ બની કરી છે. મારી અને તારી ઈચ્છામાં જે આવે તેમ કર્યું છે. હવે કંઈક અલગ રીતે કાર્ય કરવાનું છે,
ભલા! યુદ્ધમાં જે યુદ્ધ કરે તે વિજયી બને કે બૃહ સમજી બૃહપૂર્વક યુદ્ધ કરે તે વિજયી બને? યુદ્ધ એકલું કયારેય વિજય ન આપે. પણ વિજયી બનવા મૂહ-દષ્ટિકેણની પાર ગતતા–નિણતતા અવશ્ય હેવી જ જોઈએ. શાસ્ત્ર ફરમાવે છે. પ્રથમ ધીર બન ધીર બનીને અગ્ર અને મૂલને દૂર કર. હું પણ કહુ, તું પણ કહે અને વિશ્વની બધી વ્યક્તિને લાગે બધા અવિચારી કરે છે, અગ્ય કરે છે, અન્યાય પૂર્ણ કરે છે. હું જ તેમાંથી બચ્યો છું પણ આ બધી તે માનની વિટંબના છે. માન આપણને આત્મદર્શન કરવા દેતું નથી. તેથી જ શાસ્ત્રકારે પૂછે છે “તું ધીર છે?” જે ધીર હોય તે તારી સાથે આગળ વાત કરું ? આપણે કહીએ છીએ ધીર છીએ કે નહિ તે તમે જાણે પણ પરમાત્મા મહાવીરના સપૂત તે છીએ. ધીર બનવાની ક્ષમતા અમારામાં એક દિવસ અવશ્ય પ્રગટ થશે.
પ્રત્યેક વ્યક્તિને મળેલ ગૌરવપૂર્ણ વારસ-હકકની પ્રશંસા ત્યારે કરી શકાય જ્યારે તે વારસાને સુગ્ય બને.