________________
૧૦૮ ] વૃદ્ધની આશાને સ્વીકાર એ જીવનનું મગલ છે.
પદ્ધતિ અલગ હોય અને અજુનમાળીને સમજાવવાની પદ્ધતિ અલગ હેાય. પદ્ધતિ અલગ રાખવામાં તે આત્માની યેગ્યતાને વિચાર કરવામાં આવે છે. ભાવ સમાન રાખવામાં ઉપદેશકના આત્મ પરિણામને વિચાર કરવામાં આવે છે. તત્વના ચાહકને વાર્તાથી ન સમજાવાય. કથા પ્રેમીની સામે તત્વજ્ઞાનની સૂમ ચર્ચા ન કરાય.
શ્રેતાની પાત્રતા–ચેગ્યતા શ્રોતાની રુચિ –ઋોતાની ૌદ્ધિક કક્ષા–શ્રોતાની માનસિક પરિસ્થિતિ–શ્રોતાની વર્તમાન કાલીન પરિસ્થિતિ આ બધાને વિચાર કરી શ્રોતાના આત્મ કલ્યાણ માટે પદ્ધતિ અલગ અપનાવવી જરૂરી છે.
સર્વ સ્થળે લાકડીનો ઉપયોગ કરે તે ભરવાડ. સર્વ સમયે મીઠાઈ વેચવાને આગ્રહ કરે તે કંઈ
તારે સૌના હિત માટે ઉપદેશ દાન કરવાના છે. એટલે હૈયામાં ભાવ સમાન રાખીને પણ શ્રોતાની સ્થિતિ અનુમાન કરવું રહ્યું.
સ્વામીને ઉપદેશ આપે ત્યારે આગામના પ્રમાણુ અપાય. પરધમીને ઉપદેશ આપે ત્યારે તેને માન્ય શાસ્ત્રના પ્રમાણથી ઉપદેશ અપાય. પરમાત્માએ પણ વેદશાસ્ત્ર નિષ્ણાત ગૌતમ સ્વામીને વેદ પરથી સમજાવ્યું. રાજાને ઉપદેશ આપતાં તેના અભિપ્રાયને ખ્યાલ કરે જોઈ એ. કદાગ્રહીને ઉપદેશ આપતા તેના અંતર્ગત અભિપ્રાયને ખ્યાલ રાખવો જોઈએ. મિથ્યામતિને ઉપદેશ આપતા તેના અંતરનું નિરીક્ષણ કરવું જોઈએ. પ્રશ્નકાર આવે અને પ્રશ્ન પૂછે તે વિચારવું જોઈએ જિજ્ઞાસુની દષ્ટિએ આવ્યું છે કે આગ્રહી બનીને આવ્યો છે તે ખ્યાલમાં આવવું જોઈએ. ભદ્રિક પરિણામી અને કુટિલ આત્માને તફાવત સમજ જોઈએ.