________________
શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા
[ ૧૦૯
શ્રેતાના અનેક પ્રકાર છે. તે ઉપદેશ દાનની પદ્ધતિ પણ અનેક પ્રકારની સ્વીકારવી જોઈએ. આ બાબતમાં વૃદ્ધવાદિ સૂરીશ્વરજી મ.સા. અને મુકુંદ પંડિત (સિદ્ધસેન દિવાકરજી)ને પ્રસંગ સદા સ્મૃતિમાં રાખજે. મુકુંદ પંડિત પષદાનો ભેદ સમજ્યા નહિ ને ભરવાડે સામે સંસ્કૃતભાષામાં ન્યાયની પરિભાષામાં સમજાવતાં પરિહાસને પાત્ર બન્યા. એ જ ભરવાડી શ્રોતાને વૃદ્ધવાદિ સૂરીશ્વરજી મહારાજે તેમની ભાષામાં તેઓ સમજી શકે તેવા તત્વને સમજાવ્યું. ભરવાડે કહે-સાજી જીતી ગયા. ઘરડા ગુરુ જ્ઞાની. જુવાન શિષ્ય ઘમંડી–પાગલ. જ્ઞાન બનેમાં હતું પણ સભા શ્રેતાને યેગ્ય જેને રજુઆત કરતાં આવડી તે વિજયી બન્યા.
સાધક! તારે ગરીબ-શ્રીમંતના ભેદભાવ વિના ઉપદેશ આપવાને, પણ જે વ્યક્તિ જે રીતે સમજે તેવી રીતે સમજાવવાનું. ઉપદેશ આપતા શ્રોતાના કલ્યાણ અને મંગલની ભાવના રાખવાની. આત્માની ઉન્નતિની ચાહના કરવાની. સન્માન કરવાનું સૌને આત્માનું. કર્મથી ભેદ પડેલ અવસ્થાને ગૌણ રાખવાની પદ્ધતિ તને જે અનુકૂળ લાગે તે તું અપનાવી રાકે, પણ સૌ આત્માના કલ્યાણની ભાવના સમાન જ જોઈએ. જેમ મેઘ વરસે તેમ મુક્ત મને વરસ. નદી હશે, તળાવ હશે ત્યાં પાણીનો સંગ્રહ થશે. પહાડ હશે-ટેકરી હશે તે ભીંજાઈને સૂકાઈ જશે. મુનિ ! તારું ઉપદેશ દાનનું વ્રત પણ મેઘ સમાન બનાવ,
ભવ્યાત્મા–લઘુકમી આત્મા સદુઉપદેશથી–સબ્રેરણાથી મોક્ષમાર્ગનો મંગળ મુસાફર બનશે. અભવ્યાત્મા અાગ્ય આત્માને તીથકેર પણ તારી શકયા નહિ. છતાં પ્રભુએ તે આત્માની ઉપેક્ષા ન કરી. કરુણા વિચારી. તેમ તીર્થંકર પરમાત્માને પરમ અનુયાયી બની સૌ પ્રત્યે વાત્સલ્ય ભાવે