________________
શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા
1 ૧૦૭
રીતે ગરીબને પણ આ જ ભાવનાથી કહે. તારામાં જરા જેટલી પણ ભેદ ભાવના આવવી ન જોઈએ. ભેદ ભાવના આવે તો તે પ્રભુને તત્વષ્ટિ સાધુ મહાત્મન કહેવાય?
ગુરુદેવ! સારુ, આપની હિતશિક્ષા શિરસાવઘ. સૌને એક રીતે એક જ પદ્ધતિએ ધર્મોપદેશ આપીશ. કયાંય ભેદભાવ નહિ રાખું. બસ, ગુરુદેવ ! પ્રસન્ન થાઓ.
વત્સ! મને લાગે છે અધ્યાત્મની દુનિયાએ તું બાળક છે. અધ્યાત્મને એકડે હજી તારે ઘૂંટ પડશે, ગુરુની વાત પકડીને બેસી જાય છે, પણ ગુરુની વાતનું તું રહસ્ય સમજતા. નથી. ગુરુદેવ ! આપ આ શું કહો છો ? આપની આજ્ઞા શિરસાવધ કરું, છતાં મારા પર આપ નારાજ ! અરે ! અવકૃપા !
શિષ્ય! તું મારી વાત સ્વીકારે છે, પણ મારી વાતના રહસ્યને સમજ, મારા ભાવને ગ્રહણ કર. મેં તને સૌને હૃદયના સમભાવે એક સરખે ઉપદેશ આપવા કહ્યું અને તુ એક જ પદ્ધતિએ ઉપદેશ આપવા માંડે તો ભયંકર અનર્થ થઈ જાય.
ભાવ અને પદ્ધતિમાં બહુ ફરક છે. ભાવ અને પદ્ધતિ ખેને એક કરી દે તે ભયંકર ગેટાળ થઈ જાય. ભાવ એ હૃદયમાં રાખવાને આત્મિક પરિણામ છે. તેમાં કયારેય કોઈ વ્યક્તિ પ્રત્યે જરાય અધિક અલ્પ ભાવ ન થવા દેવાય. સૌના હિત અને મંગળની જ ભાવના રાખવાની હેય.
ઉપદેશ–દાનની પદ્ધતિ વ્યક્તિ વ્યક્તિએ અલગ અલગ હાય, સમયે સમયે અલગ હોય. પરમાત્મા મહાવીર પ્રભુની પણ ઉપદેશ દાનની પદ્ધતિ વિવિધતા સભર છે. ગૌતમસ્વામી સમવસરણમાં આવ્યા અને પ્રભુ વિદ્યા–“હે ઇન્દ્રભૂતિ ગૌતમ! કિ સુખેન સમગતઃ ? પણ બધાજ આવે અને એમ ન કહે એમ નામપૂર્વક ને બોલાવે. અભયકુમારને સમજાવવાની