________________
૧૦૬ ] દુષ્ટને સંગ અને દુર્જનોની સેવા તે જીવતી નરક છે
કર્મના ઉદયને તું કયારેય મહત્વ ન આપત. જેમ તું શ્રીમંતને ઉપદેશ આપે તેમ તું ગરીબને પણ ઉપદેશ આપજે. જેમ તું રાજાને ઉપદેશ આપે તેમ તું રંકને પણ ઉપદેશ આપજે.
જ્યારે ચંદ્ર ત્સના પ્રસારિત કરે ત્યારે તે ગરીબ શ્રીમંતના વિભાગ કરે? ચંદ્ર કિરણ દ્વારા સૌને સમાન જ ઠંડક આપે. વૃક્ષ સહુને સરખી જ છાયા આપે. તેમાં ગરીબશ્રીમંતના ભેદ ના હોય તે સાધુને મન કમજાનત ભેદ ના હેય. જેવી રીતે પુણ્યશાળીને ધર્મોપદેશ આપે તેવી રીતે જ ગરીબને ધર્મોપદેશ આપે. જેમ ગરીબને આશ્વાસનની બુદ્ધિએ ધર્મોપદેશ આપે તેમ શ્રીમંતને પણ આશ્વાસનની બુદ્ધિએ ધર્મોપદેશ આપે. ગરીબને ઉપદેશ આપ્યાથી કઈ હીનપતની ભાવના નહિ શ્રીમતથી કેઈ પ્રત્યુપકારની ઝંખના નહિ, હૈયામાં એક જ શુભભાવ મહાપુણયે પ્રભુના આગમના રહસ્ય મને મળ્યાં છે સૌ જીવને આ મહાન તત્વજ્ઞાનના રહસ્ય પ્રાપ્ત કરાવું એ જ ભાવના...એ જ ચાહના સૌ આત્મા પ્રત્યે સાધુને સાચે નેહભાવ. કયાંય નાની એવી ભેદરેખા નહિ રાખવાની. ભેદરેખા તને ગુરુ રહેવા નહિ દે પણ ભાટ-ચારણું બનાવી દે.
ભાટ-ચારણ જે દાન આપે–સન્માન આપે તેના ગુણ ગાય. ભાટ-ચારણ જે દાન કે ઈનામ ન આપે તેની નિંદા કરે. સાધુ મહાત્મા આવું ન કરે. શત્રુ-મિત્ર સમ ગણે, સમગણે રંક રાયતુ કર્મના ભેદને ગણ ગણે અને આત્મતત્વને સન્મુખ કરી પ્રભુને માર્ગ ચીધે તે તું સાચે સાધુ
ચક્રવતી–સમ્રાટને તું સંસારના–કમ બંધના હેતુ સમજાવે, તેઓ પણ સંસારથી તરે તે ભાવનાથી કહે. તેવી જ
-