________________
જહા પુણુસ કWઈ તહા તુચ્છસ્સ કન્જઈ તિ
ચિકિત્સકની દૃષ્ટિમાં કાળાધોળાના ભેદ ના હોય. સૌંદર્યવાન કે કદરૂપતાના ભેદ ના હોય. ચિકિત્સકને ચામડી નહિ જોવાની પણું દર્દ જેવાનું. દર્દ ઓછું તે ઉપેક્ષા કરાય, પણ દઈ ભયંકર તે દવા તેની જ પહેલાં કરવાની.
એક દેહ ચિકિત્સકને પણ આ ધર્મ..આ નિયમ... આ સિદ્ધાંત હોય તે એક આત્મ ચિકિત્સકને ધર્મ કેટલે ભવ્ય અને ઉદાત્ત હોય?
સાધક! આ આચારાંગ સૂત્ર ફરમાવે છે તારી દષ્ટિમાં કર્મથી પેદા થયેલ ભેદ ન આવવો જોઈએ. તારી દૃષ્ટિ વર્તમાનકાળ પૂરતી મર્યાદિત ન રહેવી જોઈએ. દેહ અને કમરના પડલને ભેદી આત્માની યોગ્યતાના નિરીક્ષણ અને પરિક્ષણ તારે કરવાના છે. જે ઉતાવળ કરીશ-અધા કરે છે તેમ કરીશ તે વીતરાગ પરમાત્માની મહાન વૈજ્ઞાનિક પદ્ધતિથી તું ખૂબ દૂર થઈ જઈશ.
યાદ રાખ... વીતરાગ પરમાત્માનું ભેદ વિજ્ઞાન.
ગરીબ-શ્રીમંત, સુખી-દુઃખી, રેગી–નિરોગી. શેઠ– નેકર, રાજા–ભિખારી આ બધાને તારી દૃષ્ટિમાં કયારેય ભેદ ના હવે જોઈએ. આવા તુચ્છ વગીકરણ તારા જેવા સાધુપુત્રને કયારેય ના શેશે. તે તારી દૃષ્ટિમાં બે જ ભેદ સિદ્ધાત્મા અને સંસારી આત્મા, સદ્ગુણી આત્મા અને દુર્ગુણી આત્મા, રાગી આત્મા અને વિરાગી આત્મા, કમપીન આત્મા અને કર્મમુક્ત આત્મા, દેહના સૌદર્યને અને