________________
૧૦૪ ]
જીવને શિવની પાછળ દોરે તે અનુભવ
જ ભાવના-ચાહના છે. આપે મને મન-મુંડનને મહાન માર્ગ દેખાડો. મૌનની સાધના આજ સુધી સમજતા ન હતે. મૌન કરવું એમાં શું? પણ, આપે સમજાવ્યું. મૌન એ મહાસાધના છે. મૌન દ્વારા પ્રાપ્ત થતી સિદ્ધિ પણ અલૌકિ છે. મૌનની સાધના સિદ્ધ થાય તે બીજી કોઈ સાધના આરાધના કરવી ના પડે.
પ્રભુ ! ગુરુ !
આપ સિદ્ધ સાધક છે. સિદ્ધ સાધકના ચરણમાં રહેવાથી જ સાધના સિદ્ધ થાય. આજથી કઠીન વ્રત સ્વીકારું છું. નાના સ્વીકારેલ વ્રતની–મહાવતની મહત્તા સમજાઈ એટલે સાધનાની ઘેલછા અને સર્વ સિદ્ધિઓની ઘેલછા છોડી, લાગે. જાઉં છું મૌનની સાધનામાં.
તત્પર બનું છું, કટિબદ્ધ બનું છું. મૌનને સિદ્ધ કરવાની સિદ્ધ સાધક મહાત્માના શુભાશિષ મને સિદ્ધ બનાવશે. !
મારી સાધના, આપના આશિષ, મંગલ ઘી નજીક.