________________
શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા
! ૧૦૩
કે “જ્યાં આશ્રવનું આગમન ત્યાં મૌન નહિ, પણ જયાં સંવર ભાવની સાધના ત્યાં મૌન.” : - “સર્વ સંવરભાવ તે જ સાચું મૌન”
“યથાખ્યાત ચારિત્ર તે જ સાચું મૌન” શૈલેશી અવસ્થા સિવાય સર્વ સંવર ભાવ પ્રગટ થાય નહિ. અને સર્વ સંવર ભાવની સિદ્ધિ વગર મૌનની સાધના અપૂર્ણ મૌન સિદ્ધ થાય એટલે દેહ જ થાય. દેહ ભાવ નષ્ટ થાય. મુનિ! તારે મૌન દ્વારા કર્મો નાશની સિદ્ધિ પ્રાપ્ત કરવાની છે. આ છે આચારાંગ સૂત્રની હિતશિક્ષા ' મુનિ મૌન સ્વીકાર કરી શરીરને અલગ કરે. “દેહ દોડાવી આમભાવની સિદ્ધિ સાધી આપે તે મૌન. | મુનિ જગતની કઈ પણ ચીજને નાશ કરે નહિ તે શરીરને નાશ કેમ કરે?
ભલા! શરીરને નાશ નહિ શરીર પેદા કરાવે તે કર્મને નાશ. ઔદારિક શરીરને નાશ એવી સ્કૂલ વ્યાખ્યા નહિ, પણ શરીર ઉત્પન્ન થાય તેવા કર્મો નાશમમત્વને નાશ. જ્યાં ઋત્વ ત્યાં કમ–જ્યાં નિર્મમ ભાવ ત્યાં કામ ક્ષય.
મુનિ! મૌન દ્વારા તારે નિર્મમ ભાવની સિદ્ધિ કરવાની છે. યુનિ! મૌન દ્વારા તારે કર્મક્ષયની પ્રક્રિયા સિદ્ધ કરવાની છે. સૌની એટલે મહાસંયમીમૌની એટલે નિસ્પૃહી નિષ્કાંક્ષી. અધિક શું કહે મૌની એટલે મહાજ્ઞાની., વચન શક્તિને સંયમમાં રાખે તે જ તીર્થકર બની શકાય. મૌન એટલે તીર્થકર બનવાની પ્રક્રિયા, મૌની એટલે સિદ્ધત્વને સાધક.
સાધક!તું એક મૌનને સિદ્ધ કરે તે સર્વ સિદ્ધિ વશીભૂત થઈ તારાં ચરણ ચૂમશે.
ગુરુદેવ! આપને ચરણ સ્પર્શ કરી મારા હૃદયના અરમાન કહું છું. મસ્તકનું મુંડન અવશ્ય કરાવ્યું છે. મનનું મુંડન કરવાની