________________
શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા
[ ૯૩
ગુસ્સે શ્રીમંત ઉપર પણ ન કરાય ગુસ્સે મોટા ઉપર પણ ન કરાય ગુસ્સા નાના ઉપર પણ ન કરાય તારી ઉપર પણ ગુસ્સો ન કરાય.
કેઈના ઉપર પણ ગુસ્સે ન કરાય . ગુસસે કરાય કમ ઉપર, ગુ કરાય કર્મ –
ધના હેતુ ઉપર... , હજી તને એક વાત સમજાવવાની છે. તે ગુસ્સે કરે છે. તેની પાછળનું તું પણ કારણ સમજતા નથી. તારા હૈયામાં રાગ છે–મમત્વ છે એટલે જ તને ગુસ્સો આવે છે. હું તને પરિસ્થિતિને ઘટસ્ફોટ કરી સમજાવું છું.
તારા હૈયાને રાગ એ જ શ્રેષને જનક છે-માટે કહું છું “રાગ અને દ્વેષથી દૂર થઈશ તે જ વીર બની શકીશ.”
સમદષ્ટિ પેદા થશે... તત્વદષ્ટિ પેદા થશે પછી પદાર્થ પદાર્થની દૃષ્ટિએ જોઈ શબદજયી બન.... પરિસ્થિતિ પર કાબૂ લઈ લે. વીર બનવાની કળા તને હસ્તગત થશે.
પ્રભુ ! ! મારે વીર બનવું છે, મહાવીર બનવું છે, તમારા જીવન ચરિત્ર ઉપર ચિંતન-મનન કરીશ. તમારા તત્વજ્ઞાનને અભ્યાસી બનીશ. તત્વજ્ઞાનમાં નિષ્ણુત બનીશ. મારી ભાવના અને આપના આશિષનું સુભગ મિલન થશે તે મારું વીર બનવાનું સ્વપ્ન અવશ્ય સાકાર થશે. આપે મને વીર બનવાનું સ્વપ્ન સેવતા શીખવાડયુંહવે રવપ્નસિદ્ધ કરવાની કલા આપો” એજ વિનતિ.