________________
૧૮ નિશ્વિદ નંદિ ઈહ જીવિયસ્સ
જ્ઞાની અને અજ્ઞાનીની વાત કરવાની પદ્ધતિ જ અલગ. જ્ઞાનીની વાત, જ્ઞાનીને પરિચય પણ હિતકારક-કલ્યાણકારક અને મંગલકારક હેય. અજ્ઞાનીની વાતમાં જ નહિ પણ વતનમાં ય વ્યવસ્થિતતા ન હેય. આશીર્વાદમાં પણ શ્રાપ જેવી પરિસ્થિતિ હોય. જ્ઞાનીનું એક જ વાકય કેમ ન હોય? પણ તેમાં તેને જીંદગીમાં જે જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તેને નીચોડ હેય. જ્ઞાનીના વચન કિમતી... તે મહાજ્ઞાની સર્વજ્ઞ ભગવતના વચન–આગમની તો વાત જ શી કરવી?
પરમાત્માના તે એક–એક વચન ઉપર જીવન છાવર કવું જોઈએ.
પરમાત્માનું વચન એટલે જ વિશ્વ મંગળનું જનકપાલક અને રક્ષક.
કદાચ પિતાના હાથે પુત્રનું અપમંગલ–અહિત થાય પણ વિશ્વપિતા પરમાત્માના વચનનું અનુસરણ સ્વ–પર સૌનું હિત સાધક બને. આ શ્રદ્ધા–આ વિશ્વાસથી પ્રભુના આગમન અધ્યયન કરવું જોઈએ. આગમ અભ્યાસમાં તલ્લીન બનવું જોઈએ.
વત્સ !
શ્રી આચારાંગ સૂત્ર અને તને ઘણીવાર કહું છું. આ સૂત્ર સાધુ જીવનના મંગલ માટે હિત સમુદ્ર સમાન છે. પણ રને કિનારે ઊભા રહી સમુદ્ર નિહાળનારને ના મળે. ના પ્રાપ્ત થાય. પણ સમુદ્રમાં મરજીવા બની ડુબકી મારનાર મહાનુભાવને પ્રાપ્ત થાય શ્રી આચારાંગ સૂત્રને વારંવાર સ્વાધ્યાય કર. પુનઃ પુનઃ અથનું ચિંતન મનન કર. અદ્ભુત