________________
૮૪]
સાધના સાધનાથી નહી પણ સમજથી થાય છે.
ઉંમર વધે એટલે શરીર વધે પણ ઉમર વધે એટલે સદ્ગુણ વધે. એવું કોણે કહ્યું? દેહની ઊંચાઈ જાડાઈ ઉમર માટે તેને સમજાવવી નથી એ બધા સિદ્ધાંત તે ગલીના ગુંડા પણ જાણતા હોય છે. તારે દેહશાસ્ત્રી બનવાનું નથી કે દેહના સિદ્ધાંત રટણ કરે છે ! તારે તો આત્મવાદી અને અધ્યાત્મવાદી બનવાનું છે એટલે પ્રભુએ આચારાંગ. સૂત્રમાં પ્રરૂપેલી પરિભાષા સમજાવું છું.
પણ બાળક..હું પણ બાળક અને ૧૦૦ વર્ષને વૃદ્ધ પણ બાળક પણ કયારે ? મારામાં અજ્ઞાન હોય તે હું પણ બાળક. તારામાં અજ્ઞાન હોય તે તું પણ બાળક અને ૧૦૦ વર્ષના વૃદ્ધમાં અજ્ઞાન હોય તો તે પણ બાળક.
આજને જન્મેલા બાળક પણ પંડિત હોય, જે જ્ઞાન હોય તે તીર્થંકર પ્રભુ માતાના ગર્ભમાં આવ્યા ત્યારથી ઉન્મુક્ત બાલભાવ કારણે ત્રણ જ્ઞાન સહિત, ૯ વર્ષના અઈ મુત્તાજી બાળક નહિ કારણ કેવલજ્ઞાનના સ્વામી.
અજ્ઞાનીને પરિચય-સહવાસ–વાદ-સંવાદ – આલાપ – સંલાપ આપણામાં અજ્ઞાનની જ અભિવૃદ્ધિ કરે. તેથી તેને કહું છું, જે તારે અનંતજ્ઞાનના સ્વામી બનવું હોય ! કેવલજ્ઞાનનું સ્વાગત કરવું હોય ! તે અજ્ઞાન અને અજ્ઞાનીની એબત સ્વપ્નમાં પણ કરીશ નહિ.
બાળકમાં દીર્ઘદ્રષ્ટિ હોતી નથી-વિવેક હેતે નથી પૂર્વાપરની વિચાર કરવાની શક્તિ હોતી નથી. તેમ અજ્ઞાનીમાં પણ ફક્ત વર્તમાન દૃષ્ટિ હોય છે, અવિવેક જ તેને મિત્ર હેાય છે. ત્યાં વિચાર દૃષ્ટિને જ અભાવ હોય ત્યાં લાભનુકશાન-આરાધના-વિરાધના-આશાતના-અપભ્રાજના પ્રભાવનાવિગેરે તેને કયાંથી સમજાય. એટલા માટે જ આચારાંગ ત્ર ફરમાવે છે. અજ્ઞાની તે બાળક અજ્ઞાન તે બાલ્યાવસ્થા