________________
શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા
[ ૮૩
સાધુ–બાલકના સંગને છેડી દે. બાળકને દૂરથી નમસ્કાર કરી દે.”
સાધકમાં ઉતાવળ ન હોવી જોઈએ, પણ વર્ષોનો અભિમાનનો સંગ ઉતાવળ કરાવે છે, કેઈની શિખામણ તેને પસંદ આવતી નથી. શિખામણ નહિ સાંભળવાની ઉદ્દામ વૃત્તિ જેર કરે છે. અને વ્યક્તિના મુખમાંથી સહસા શબ્દ સરી પડે છે. બાળક બાળકની સેબત કરે. મારા જે કઈ બાળકની સાથે રમવા બેસવાનો છે ? - બાળકની સાથે રમતા મારી લઘુતા ન થાય? તમે મને શું ના કહો. મને જ નાના સાથે બેસવું–ઊઠવુ-રમવું ના ગમે. હું તે મેટા માણસો સાથે બેસું ઊઠું તેમની વાત સાંભળું! બસ તમારી વાત તો મેં તમારા કહ્યા વગર પહેલી જ સ્વીકારી છે ને ! બરાબર છે ને ! ખુશ છે ને ?
સાધક હજી તારે દેહાધ્યાસ છૂટ નથી. આત્માની આરાધના સાધના પ્રારંભ કરી છે, પણ અનાદિના કુસંસ્કારના છેદ એમ સહેલાઈથી છૂટતા નથી. સતત પરિશ્રમ બાદ જ દુર્ગુણ જાય છે. અને સદગુણ પ્રગટ થાય છે. મહાન બનવાને ઝખનાર મહાત્મા મને એક જવાબ આપ. બાલક કેણું ?
બાલક કોણ. આ તે કંઈ પ્રશ્ન પૂછવા જેવું છે. ઉમરમાં જે ના હોય તે બાળક. બીજે પ્રશ્ન પૂછવાનું તમને કષ્ટ ન પડે એટલે મારી જાતે જ તમારા મનને બીજો પ્રશ્ર સમજી જવાબ આપી દઉં “ઉંમર જેની વધારે હાય તે માટે મહાન
ધીરે પડ બાપલા...એમ અહી ઉતાવળ ના ચાલે. મારા પ્રશ્નના જવાબ આપવાની ઉતાવળ કરવા કરતાં તે સારા પ્રશ્નને સમજવાની કેશિષ કર ચલતને હું શાંતિથી મજાવું. ધ્યાનથી સાંભળ . . .