________________
શૌની અલં બાલસ સંગેણું મા
માનવ એકલે રહી શકતો નથી. માનવ એકલે પ્રગતિ કરી શકતો નથી. તેમ વિકાસ સાધી શકતું નથી. હસવા માટે તેને સહારે જોઈએ છીએ. રડવા માટે પણ સહારે જઈએ છીએ.
વ્યક્તિ વ્યક્તિના સહારાથી જ પ્રગતિના શિખર સર કરે છે, તે વ્યક્તિ વ્યક્તિના સહારે જ પતનની ઊંડી ખીણમાં ડૂબી જાય છે.
અસંગ અસામી આત્મ સ્વભાવ પણ કર્મના કારણે આત્માને મૂળગુણ હણાઈ ગયે, અને સંગમાં આત્મા એ અટવાઈ ગયે, કેઈ તેની સાથે ન હોય, કેઈ તેને સહકાર ન આપે તે આત્મા એકલતા દીનતા અનુભવે છે. એકલતા તેને કેરી ખાય છે. અને સંગથી પરાધીન બનેલ આત્મા અનુકૂળ સાગ મળતાં રતિનેહનીય કર્મ બાંધે છે. પ્રતિકૂળ સંગ મળતાં અરતિ મેહનીયકર્મ બાંધે છે.” ઈષ્ટ વિગ થતાં આર્તધ્યાન કરે છે. અનિષ્ટ સંવેગ મળતાં પણ આર્તધ્યાન કરે છે, પરંપરાએ રૌદ્રધ્યાન સજી મુક્તિને પથિક કયારેક નરકને મહેમાન બની જાય છે.
આત્માની આ કરૂણકથા આપણને એકાદ ખરાબ ચાતુભવ બાદ સમજાય છે. ત્યારે જ્ઞાની મહાત્માને પતન અને પુનરૂત્થાન માગ પહેલેથી જ દેખાય છે, એટલે જેમ દરિયામાં જતી સ્ટીમરને લાઈટ પોલ–દીવાદાંડી માર્ગ ચીપે છે. આ માર્ગ છે આ કુમાગ છે, તેમ અફાટ ભવ સમુદ્રમાં સંયમના સ્ટીમરમાં બેઠેલ યાત્રિકને માટે શ્રી આચારાંગ સૂત્રનું ૫મું સૂત્ર દીવાદાંડીની ગરજ સારે છે. અલ બાલ સગેશું.