________________
૭૬ ]
વેગ એટલે અધ્યાત્મનું ઇંધણ
એક તમ
ઉડાગ-
પર્વ
પૂ. શ્રી આચાર્ય ભગવંત શીવાંકાચાર્ય આ સૂત્રની ટીકામાં કહે છે–“પ્રભુનું શાસન અનેકાંતવાદી છે. પ્રભુના શાસનમાં એકાંતે કઈ પ્રતિજ્ઞા નથી તે એકાંતે કેઈ અપ્રતિજ્ઞા નથી. પ્રત્યેક વ્રતમાં ઉત્સગ અને અપવાદ છે, એક ચતુર્થ વ્રતને છોડીને, ચતુર્થ વ્રતનું ખંડન રાગ વગર થતું નથી એટલે તેમાં કેઈ અપવાદ નહિ. બાકી રાગ-દ્વેષ વગર આચરણ કરતાં આશ્રવસ્થાન નિજારાના સ્થાન બને. રાગ-દ્વેષપૂર્વક નિજાના આલબને પણ કમબંધનના નિમિત્ત બને છે. આ બધાં શાસ્ત્રાર્થ વિચારી મારા શિષ્ય! તને કહું છું-તું પ્રતિજ્ઞાનો ત્યાગ પણ કર અને પ્રતિજ્ઞાને સ્વીકાર પણ કરી તારા આત્મગુણેમાં સહાયક સંયમ યાત્રામાં વિકાસક પ્રતિજ્ઞા પાલન કર. તારા હુગુણાની અભિવૃદ્ધિ કરાવનાર–સંસાર યાત્રાને સુદીર્ઘ બનાવનાર પ્રતિજ્ઞાનો ત્યાગ કર. ગુરુદેવ ! ”
હું શું કરું? શું ના કરું ? તેની મને દ્વિધા રહે છે. છેવટે આજે આપને ઉપદેશ સાંભળી એક નિર્ણય કરું છું. આપની આજ્ઞા પ્રમાણે જીવન જીવવાની પ્રતિજ્ઞા કરું છું. મારી ઈચ્છા પ્રમાણે ચાલવાની-જીવવાની મારી પ્રતિજ્ઞા હતી તેનો ત્યાગ કરું છું.”
મને પ્રતિજ્ઞાપાલનના અને પ્રતિજ્ઞાના ત્યાગ માટે આશીર્વાદ આપે. “આપ કૃપાએ સફળ બનું.”