________________
શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા
[ ૭૩
આ પ્રતિજ્ઞા આત્મકલ્યાણકારક નથી, આ પ્રતિજ્ઞા સગુણની નાશક છે. તેથી આ પ્રતિજ્ઞાને ત્યાગ પરિણામ આવ્યા પહેલા કર જોઇએ. મહાત્મા સ્કંદકે ગુસ્સામાં આવી ભયંકર પ્રતિજ્ઞા કરી એટલે તેના દેશની સૌને ખબર પડી. પણ, આપણે ગુસ્સામાં આવી રેજ કેવી કેવી પ્રતિજ્ઞા કરીએ છીએ તેને વિચાર કર. આ પ્રતિજ્ઞાથી તને લાભ કે નુકશાન ? જે પ્રતિજ્ઞા આપણું જ્ઞાન-દર્શન–ચારિત્રને હાનિ પહોંચાડે તેવી પ્રતિજ્ઞાને તું ત્યાગ કર. - એક મહાન જ્ઞાની આચાર્ય ભગવંતને શિષ્ય વારંવાર શાસ્ત્રના પ્રશ્નો પૂછવા આવે છે. નિદ્રામાં વિક્ષેપ થાય છે. મહાત્મા વિચારે–“જે હુ જ્ઞાની થયે તે કે દુઃખી. સુખે 'નિદ્રા પણ નહિં. મારે એ ભાઈ અજ્ઞાની છે તે કેવો સુખી ! બસ, હવે હું કેઈને ભણાવીશ નહિ. અધ્યયન-અધ્યાપન નહિ કરાવવાની આજથી પ્રતિજ્ઞા. બલવાને જ ત્યાગ.
બેલ, શિષ્ય ! આ પ્રતિજ્ઞા જ્ઞાનથી પ્રેરિત બનીને કરી કે અજ્ઞાનથી પ્રેરિત બનીને કરી ? આ પ્રતિજ્ઞાથી આત્માને શું લાભ?
સાંભળતાં તારા મનમાં થઈ જાય છે આ તે જ્ઞાનને વિકાસ કે અજ્ઞાનને વિકાસ પણ આપણે આપણું આત્માનું સંશોધન કરવું જોઈએ. મૌનની તે પ્રતિજ્ઞા લીધી છે. પણ દ્વેષ ભાવથી કે સમજથી ? દ્વેષભાવથી અબેલા રાખવાની જે પ્રતિજ્ઞા લીધી હોય તેને ત્યાગ કરી સમજ અને આત્મકલ્યાણના શુભ ભાવથી મૌન રહેવાની પ્રતિજ્ઞા લીધી હાય તેનું પાલન કર. * 'અભિમાન–અહંને વશ થઈ જન નહિ કરવાની પ્રતિજ્ઞા લીધી હોય તે છેડી દે. આ પ્રતિજ્ઞામાં ભેજન ત્યાગની