________________
૪૪
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
પિતે કાઢવા ધારેલા સામાન્ય ધર્મની સામગ્રી મેળવવા જૂદા જૂદા ધર્મોના વડાઓને બોલાવી તે તે ધર્મના મુખ્ય સિદ્ધાંતો, આચાર, વિધિ વિધાનો જાણવા પુષ્કળ પ્રયાસ કર્યો. એ રીતે હિંદુ, જૈન, પારસી, ખ્રિસ્તી વગેરેના ધાર્મિક સિદ્ધાંત જાણવા તે તે ધર્મના, અગ્રણી વિદ્વાનો આચાર્યોને લાવી તેમની સાથે પિતે કલાકોના કલાકે ગાળ. જૈન ધર્મના વડા તે વખતે તપાગચમાં હીરવિજયસૂરિ અને ખરતરગચ્છમાં જિનચંદ્રસૂરિ હતા પહેલાં હીરવિજયસૂરિને આગરા પાસે ફતેપુર (સીકરી બોલાવી સંવત ૧૯૩૯ થી ૧૯૪ર સુધીમાં તેમને પરિચય છે ને તે સૂરિએ પછી પિતાના શિષ્ય શાંતિચંદ્ર, ભાનુદ્ર આદિને બાદશાહના નિકટ સમાગમમાં વખતો વખત આવે તેમ રાખ્યા. પછી જિનચંદ્રસૂરિને લાહોર બોલાવી સં. ૧૬૪૮ ને ત્યાર પછીના વર્ષમાં તેમને સમાગમ એ તે સૂરિએ પણ પિતાના પટ્ટધર શિષ્ય જિનસિંદસૂરિને તેના સમાગમાં આવે તે માટે રાખ્યા હતા. સં. ૧૯૪૯ માં ડિવિજયસૂરિના પટ્ટધર શિખા વિજયસેનસૂરિને લાહોરમાં
બોલાવ્યા હતા. આ રીતે તપાગશે અને ખરતરગચ્છ એમ -બનેના અગ્રણે વિદ્રાનો પાસેથી જૈનધર્મના સિદ્ધાંતો
આદિ ણી અકબર બાદશાહે જીવદયા, જીવવધાગ, અમુક દિવસોએ આખા દેશમાં પળાવો જોઈએ એ બાબતન, તેમના નીર્થોની રક્ષાનાં, તેઓને કોઈ અડચણ ન કરે એ બાબતનાં, જિજિયાવેરો બંધ કરવાનાં વગેરે અનેક ફરમાનો કાઢી આખ્યાં, તે પછી તે ધર્મગુરુઓનો પ્રભાવ કેટલો બધો અકબર બાદશાહ પર પડે હતો તેને સારો ખ્યાલ આવી શકે તેમ છે, આ માટે તે અને આચાર્યો હીરવિજયસૂરિ અને જિનચરિનાં વિસ્તૃત જીવનચરિત્રે વાંચવા જોઈએ.