SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ કે (૧૦૨૪માં મૂળરાજનું રાજ્ય હતું, અને સં. ૧૦૮૦માં કે) સં. ૧૦૮૪માં પાટણમાં દુર્લભરાજનું રાજ્ય નહીં પણ ભીમદેવનું રાજ્ય હતું.” –ઈતિહાસમદધિ સાક્ષર મુનિ શ્રી કલ્યાણવિજયની પ્રભાવક ચરિતના ગુજરાતી ભાષાંતરની પ્રસ્તાવના. તત્કાલીન પ્રાચીન પ્રમાણથી જિનેશ્વરસૂરિ “ખરતર” એ બિરુદ મળ્યું અને તે મળ્યું તે અમુક વર્ષમાં મળ્યું એ શોધી કાઢી બતાવવામાં ઐતિહાસિક સંશોધકેએ પ્રયાસ સેવવા ચોગ્ય છે. આ વિષય પર લેખક મહાશયને સં. ૧૧૭૦ ની લખેલી પટ્ટાવલીઝ જોવા મળી છેતેમાં જિનેશ્વરસૂરિને ખરતર” બિરુદ મળ્યાનો સ્પષ્ટ ઉલ્લેખ છે અને તે વિષય પર વિશેષ વિચાર લેખક મહાશય એક સ્વતંત્ર નિબંધ રૂપે પ્રગટ કરશે એમ પૃ. ૧૧ની ટિપણમાં પોતે જણાવે છે, તો આ નિબંધ પ્રગટ થએ વિશેષ પ્રકાશ પડવાની આશા રહે છે. બ્રહખરતરગચ્છની પટ્ટાવલીમાં શ્રીમાનું પ્રભુ મહાવીરથી ઉકત જિનેશ્વરસૂરિનું સ્થાન ૪૦મું છે, ત્યાર પછી તેની પટ્ટપરંપરામાં પ્રસ્તુત પુસ્તકના નાયક છઠ્ઠા જિનચન્દ્ર સૂરિનું સ્થાન ૬૧ મું છે. નાયકના અસ્તિમાં બીકાનેરના મંત્રી કર્મચન્દ્ર અગત્યને ભાગ ભજવે છે. તેમના દ્વારા સમ્રાટ અકબર સાથે મેળાપપરિચય, જીવવધત્યાગ–અમારિનાં ફરમાન, શાહજાદા સલીમ તથા અમીર ઉમરાવ સાથે પિછાન, સલીમ પાદશાહ થતાં આ પકાવલી છે જેનું અવતરણ દેસાઈ મહદયે અમારી સુચનાનુસાર આ ગુ. સંસ્કરણની પ્રસ્તાવનામાં છે. ૩૧માં આપેલ છે.
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy