________________
૨.
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ “અને તે ઉપરાંત દેશવીર ધર્મવીરોના જીવન ચરિત્રે પણ લખાવા માંડયા છે, એ આ જમાનાનું શુભ ચિહ્ન છે. આ પુસ્તક એ એક પ્રયત્ન છે.
જૈન તવારીખમાં પુષ્કળ લેખન સામગ્રી ઉપલબ્ધ થઈ શકે છે, પરંતુ તેમાં જૈનેતર લેખકોએ ચંચુપ્રવેશ નથી કર્યો. તે પ્રત્યે પ્રયત્ન કરવાને કેઈએ સંકલ્પ કર્યો હોય તો તે સફળ થયો નથી. આથી તે કાર્ય જૈન લેખકે, અધિકારીઓ, શિક્ષકે ગ્રેજ્યુએટ અને સાધુઓ પર આવે છે, કારણ કે તેમને જૈનગ્રંથ અને સામગ્રીનો વિશેષ પરિચય કરવાની અનુકૂળતા અને જોગવાઈ મળી શકે છે.
એક વિદ્વાન લખે છે કે – “ઇતિહાસને સર્જનારા તે ગયા, પણ એ સજાએલા ઇતિહાસને એકઠા કરનારા નથી જાગતા. આપણી જ માટીમાં આપણું રત્ન દટાયાં. આપણા પગ નીચે ચગદાયાં. એને વીણવા માટે દરિયાપારથી ટેડ આવ્યા, ફાર્બસ અને વોટ્સન આવ્યા; તેઓ કંઈ ખાસ ઈતિહાસ સંશોધનને માટે નહાતા નીમાયા. હાથમાં સેંપાએલા પ્રાંતની હાકેમી કરતાં જ તેઓને આપણી પ્રેમકથાઓને અને શૌર્યવર્તાઓનો નાદ લાગ્યો હતો. આપણા ખંડેરમાં દટાએલ ભૂતકાળનો પિકાર એને કાને પડયો હતો. ઘેડે ચડી ચડીને એ ઈતિહાસના આશકે પહાડની શિખરમાળામાં ભટક્યા. અખંડ અને રોમાંચક ઈતિહાસ આપીને આજ એ ઇતિહાસના આશકે કબરમાં સૂતા છે અને એના લખ્યા ભાખ્યાંના આજ આપણે ભાંગ્યા તુટયા તરજૂમા કરીએ છીએ. આપણને-હિંદ માતાની તવારીખના મિથ્યાભિમાની વારસદારોને