________________
૧૯૨
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ ગુટકામાં), ૩. આષાઢભૂતિ સંબંધ (સં. ૧૯૩૮ વિજયા દશમી, (ખંભાત), ૪ હરિકેશી સંધિ (સં. ૧૬૪૦ કાર્તિક, વૈરાટ ), ૨. આદ્રકુમાર ચૌ. (સં. ૧૬૪૪, શ્રાવણ, અમૃતસર), ૬. મંગલ કલશરાસ (સં. ૧૯૪૯ માગસર, મુલ્તાન), ૭. જિનવજસૂરિકૃત પાંચ સ્તવને પર અવસૂરિ (સં. ૧૬૧૫ માં સ્વયંલિખિત, યતિ ચુનીલાલજીના સંગ્રહમાં), ૮. થાવગ્રા સુકેશલ ચરિત્ર (સં. ૧૬પપ નાગર), પત્ર ૭ શ્રીપૂજ્યજીના સંગ્રહમાં, ૯. કાલિકાચાર્ય કથા (જેસલમેર સં. ૧૬૩૨ અષાઢ સુ. ૫, અંતિમ પત્ર અમારા સંગ્રહમાં છે), ૧૦. સં. ૧૬૨૮ માં લખેલ જિનચંદ્રસૂરિ-ગીત, ૧૧. હરિબલ સંધિ આદિ.
એમના શિષ્ય (૧) રંગકુશલની અમરસેન–વયર એન–સંધિ (સં. ૧૬૪૪ સંગ્રામપુર) અમારા સંગ્રહમાં છે. (૨) લક્ષમીપ્રભુ કૃત અમરદત્ત મિત્રાનંદ રાસ (સં. ૧૬૭૬) અને “મૃગાપુત્ર–સ ધિ” ઉપલબ્ધ છે. (૩) કનકપ્રભુ કૃત દશ-વિધ યતિધર્મ ગીત પત્ર ૪ (શ્રીપૂજ્યજીના સંગ્રહમાં), (૪) યશકુશલ–એમને સ્વર્ગવાસ સિંધ પ્રાંતમાં થએલે.
વા. કનકસમજી “નાહટા”ગોત્રીય હતા. સં. ૧૯૪૯માં જ્યારે સુરિજી સમ્રાટના આમંત્રણથી લાહેર પધાર્યા એ સમયે તેઓ પણ સાથે હતા. એમણે લખેલ (૧) વૃત્ત-રત્નાકરની પ્રતિ (સં. ૧૬૧૩ ચિ. વ. ૧૧) અને (૨) ષડશીતિની પ્રતિ (સં. ૧દરપ . સુ. ૫ અમદાવાદ) જયચન્દ્રજીના ભંડારમાં છે.
(૫) વા. નયરંગ: તેઓ શ્રીજિનભદ્રસૂરિજીની વિદ્વત્ પર પરામાં વાવ સમયધ્વજ શિષ્ય જ્ઞાનમંદિર શિષ્ય વાત ગુણશેખરના શિષ્ય હતા. એમના ગુરુભ્રાતા સમયરંગજી પણ વિદ્વાન અને કવિ હતા, જેમનું “ગૌડી પાર્શ્વસ્ત.” અમારા “અભયરત્નસાર” માં છપાએલ છે. વા. નયરંગજી એક સારામાં સારા વિદ્વાન હતા, એમની નીચે જણાવેલી કૃતિઓ ઉપલબ્ધ છે.