________________
૧૫
સ્વર્ગગમન પાટણ આદિ નગરોમાં “ગુરૂ દુજ” કે “દાદા બીજ”ના નામે દાદા સાહેબના સ્થાનો પર “મેળો” થાય છે.
જો કે સૂરિજીનો નશ્વર અને પૌગલિક દેહ આજે આપણું સામે પ્રત્યક્ષ નથી, છતાં એમને મૂતમાન અમર આત્મા અને એમને અનુકરણીય ગુણ સમુચ્ચય આજે પણ આપણને આદર્શપથ દાખવવા પરમ સાધનભૂત થઈ રહેલ છે. એમનાં પુનીત કૃત્યો અને એમની ગૌરવગાથા વિશ્વમાં દેદિપ્યમાન દીપશિખાની માફક સદા ઝળહળ્યા કરશે. કવિવર સમયસુંદરજી શું સર્વોત્તમ માર્મિક શબ્દોમાં કહે છે –
मुयई कहई ते मूढ नर, जीवई जिनचन्दसुर । जग जंपई जस जेहनो, पुहवी कीरति पडूर ८॥ चतुर्विध संघ चीतारस्यई, जां जिवस्यई तां तीन ! वीसार्या किम वीसरई, हो निर्मल तप जप नीन:९;
*SSRY