________________
૯૮
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ ને આચાર્ય પદ અર્પણ કર્યું, સાથોસાથ સુવિહિત સાધ્વાચારના પાલનમાં સિંહ જેવા સાહસિક હેવાને કારણે સમ્રાટે “શ્રીજિનસિંહસૂરિ નામ આપવાને પણ નિર્દેશ કર્યો. અને મંત્રીશ્વરને આજ્ઞા આપી કે જૈનદર્શનની વિધિ અનુસાર સંઘની સાક્ષીએ ઉત્સવ-મહોત્સવપૂર્વક શુભ દિવસે અદ્વિતીય સમારોહ સાથે હર્ષ ઉત્કર્ષથી આ ઉત્સવ યે જવાની તૈયારી કરે.' - સમ્રાટની આજ્ઞા મળતાં મંત્રીશ્વર કર્મચન્ટે બિકાનેર નરેશ રાયસિંહજીને આખો વૃત્તાન્ત કહી બતાવ્યો. એમણે પણ આ શુભ કાર્યમાં પિતાની સંમતિ આપી. તે પછી પૌષધશાળામાં જૈનસંઘને એકત્ર કરી વિનીત વચને વડે મંત્રીશ્વરે નિવેદન કર્યું કે “જે કે સંઘ તમામ કાર્ય કરવાને સમર્થ છે, તો પણ આ મહાન ઉત્સવને લાભ કૃપા કરી મને જ લેવા દે” શ્રીસંઘે મંત્રીવરના આ પ્રસ્તાવને સહર્ષ સ્વીકારી આજ્ઞા આપી.
. સંઘની આજ્ઞા મળે મંત્રીશ્વરે મહત્સવની તૈયારીઓ આરંભી દીધી. સારે દિવસ જેઈ ફાગણ વદી ૧૦ થી ૪ “અષ્ટાબ્લિકા મહેસવ મનાવા લાગે. સંઘમાં સર્વત્ર આનંદ પ્રસરી રહ્યો રાત્રિ જાગરણમાં શ્રાવિકાઓ ભક્તિપૂર્વ એકત્ર થઈ દેવ, ગુરુ અને ધર્મને માંગલિક ગીત ગાવા લાગી. મંત્રીશ્વરે પ્રત્યેક સાધમીના ઘરે શ્રીફળ સેપારીઓ અને એકેક સેર પ્રમાણ સાકર અને સુરંગી ચુનડીએની લ્હાણી કરી. • * આને લગતું એક કવિનું કથન છે કે – संबन्न दसमुद्रषट्शशिमिते (१६४९) श्रीफाल्गुने मालि ये ન(૨૪) or શ્રીમતિથૌ (હિ વિરુ)પુર્થી રતાં નનિઃ शाहिदत्तयुगप्रधानबिरुदा आनन्दकन्दान्विते ।... श्रीमच्छीजिनचन्द्रसूरिगुरवो जीवन्तु विश्व चिरम् ॥.४ ॥ .. આ લેક અમને અશુદ્ધજે મળે છે તેને યથાશક્ય સુધારે કર્યો છે.