________________
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસુરિ બતાવે છે, એમને જૈનદર્શનમાં ગુરુ નામથી સંબોધવામાં આવે છે. વસ્તુતઃ આત્મા નથી પુરુષ કે નથી સ્ત્રી, નથી નિર્બલ કે નથી સબળ, નથી ધનિક કે નથી રંક, કેમ કે આ સઘળી અવસ્થાઓ તો કર્મજનિત છે, જ્યારે આત્મા તે શુધ્ધ સચ્ચિદાનંદ છે, તમામ આત્માઓ, સત્તા, દ્રવ્ય, ગુણ અને શકિતની અપેક્ષાથી સમાન છે, એથી સર્વ જી મિત્રવત્ હેવાથી પરસ્પર પ્રેમને પાત્ર છે. જેમ આપણને આપણો જીવ વહાલો છે, તેમજ તમામ જીવોને પોતપોતાનું જીવન પ્યારું છે, ને મૃત્યુ ભયાવહ છે. એટલે એ તમામ જીવોને સુખપૂર્વક જીવવા દેવા એ આમાનું પ્રથમ કર્તવ્ય છે. પરમાત્મ અવસ્થા પ્રાપ્તિના સાધનામાં સમસ્ત જીવોની સાથે મિત્રિ અને પ્રેમભાવને વ્યવહાર રાખવો એ સર્વોત્તમ અને પ્રધાન સાધન કે ધર્મ છે. આ ધર્મ “અહિંસા"ના નામથી પણ ઓળખાય છે.
જ્યારે એક સત્તા પ્રાપ્ત પ્રાણી એક નિર્બળ કે શુધ્ધ જીવને સતાવે છે, ત્યારે તે પિતેજ ખુદ પિતાને સતાવવાનું આહવાન બીજા કોઈને કરે છે, અને એના મનની કઠેર વૃત્તિઓ એને પાપમય વ્યાપાર પ્રતિ ઝુકાવે છે. જ્યાં સમસ્ત આત્માઓને મિવિભાવરૂપ સમાન સ્થાન આપવામાં આવે છે, ત્યાં વિશ્વપ્રેમ, સહિષ્ણુતા, ઉદારતા આદિ સદ્ગુણોનો સ્ત્રોત વહેવા લાગે છે. પિતાનું આધિપત્ય જમાવવા મનુષ્ય વિશ્વપ્રેમ દ્વારા સર્વ જંતુઓના કલ્યાણનું ધ્યાન ધરવું જોઈએ, કેમ કે અન્યને સતાવીને કેઈપિતે સુખી રહી શકતું નથી. મનમાં કોઈ પણ પ્રાણીનું અહિત ચિંતવવું, એને જૈનદર્શનમાં “હિંસા” કહેલ છે, ત્યાં “હિંસાનું આટલું સૂક્ષ્મ વિવેચન છે, ત્યાં એ બતાવવું આવશ્યક નથી કે કેઈપણ જીવને મારવામાં અધર્મ કે પાપ છે,