________________
७८
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસુરિ બતાવે છે, એમને જૈનદર્શનમાં ગુરુ નામથી સંબોધવામાં આવે છે. વસ્તુતઃ આત્મા નથી પુરુષ કે નથી સ્ત્રી, નથી નિર્બલ કે નથી સબળ, નથી ધનિક કે નથી રંક, કેમ કે આ સઘળી અવસ્થાઓ તે કર્મભનિત છે, જ્યારે આત્મા તે શુધ્ધ સચ્ચિદાનંદ છે, તમામ આત્માઓ, સત્તા, દ્રવ્ય, ગુણ અને શકિતની અપેક્ષાથી સમાન છે, એથી સર્વ જીવો મિત્રવત્ હોવાથી પરસ્પર પ્રેમને પાત્ર છે. જેમ આપણને આપણે જીવ વહાલો છે, તેમજ તમામ જીવોને પિોતપોતાનું જીવન વ્યારું છે, ને મૃત્યુ ભયાવહ છે. એટલે એ તમામ જીવોને સુખપૂર્વક જીવવા દેવા એ આમાનું પ્રથમ કર્તવ્ય છે. પરમાત્મ અવસ્થા પ્રાપ્તિના સાધનામાં સમસ્ત જીવોની સાથે મિત્રિ અને પ્રેમભાવને વ્યવહાર રાખવો એ સર્વોત્તમ અને પ્રધાન સાધન કે ધર્મ છે. આ ધર્મ “અહિંસા"ના નામથી પણ ઓળખાય છે.
જ્યારે એક સત્તા પ્રાપ્ત પ્રાણ એક નિર્બળ કે શુધ્ધ જીવને સતાવે છે, ત્યારે તે પોતેજ ખુદ પોતાને સતાવવાનું આહવાન બીજા કોઈને કરે છે, અને એના મનની કઠોર વૃત્તિએ એને પાપમય વ્યાપાર પ્રતિ ઝુકાવે છે. જ્યાં સમસ્ત આત્માઓને મિત્રિભાવરૂપ સમાન સ્થાન અર્પવામાં આવે છે,
ત્યાં વિશ્વપ્રેમ, સહિષણુતા, ઉદારતા આદિ સદ્ગણોને સોત -વહેવા લાગે છે. પિતાનું આધિપત્ય જમાવવા મનુષ્ય વિશ્વપ્રેમ દ્વારા સર્વ જંતુઓના કલ્યાણનું ધ્યાન ધરવું જોઈએ, કેમ કે અન્યને સતાવીને કેઈપોતે સુખી રહી શકતું નથી. મનમાંયે કઈ પણ પ્રાણીનું અહિત ચિંતવવું, એને જૈનદર્શનમાં “હિંસા” કહેલ છે, જ્યાં “હિંસાનું આટલું સૂક્ષ્મ વિવેચન છે, ત્યાં એ બતાવવું આવશ્યક નથી કે કોઈપણ જીવને મારવામાં અધર્મ કે પાપ છે,