________________
અકબરનું આમંત્રણ
૭૩ સમસ્ત સંઘ સહિત ફલોધી પધાર્યા. ત્યાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના પ્રાચીન મંદિરમાં પ્રભુદર્શન કર્યા.
ત્યાંથી વિહાર કરી સૂરિજી નાગર પધાર્યા, મંત્રીશ્વર મેહાએ પ્રસન્નચિત્તે વિપુલ ધન ખરચી સ્વાગત પૂર્વક નગર પ્રવેશોત્સવ કર્યો ત્યાં બિકાનેરને સંઘ સૂરિજીને વાંદવા આવ્યો. આ સંઘની સાથે ૩૦૦ સિજવાલા (પાલખી) અને ૪૦૦ વાહન હતાં. તેઓ સ્વયમ–વાત્સલ્યાદિ કરી પાછા ફર્યા. ત્યાંથી વિહાર કરી સૂરિજી બાપેઉ, પડિહાર, માલાસર આદિ ગામમાં થઈ રિણી ૪ (બિકાનેરથી ૧૪૪ માઈલ) પધાર્યા, ત્યાંના લોકો ઉત્સાહપૂર્વક સૂરિજીનું સ્વાગત કરવા આવ્યા. સમસ્ત સંઘની સાથે મંત્રીશ્રવર શ્રીઠાકુરસિંહના પુત્ર મંત્રી શ્રીરાયસિંહે પ્રવેશોત્સવ આદિ કરી ગુરુભક્તિ દર્શાવી. ત્યાં મહિમને સંઘ ગુરુવંદનાર્થે આવ્યા, ને શ્રીશિતલનાથ પ્રભુના પ્રાચીન ભવ્ય જિનાલયનાં દર્શન પૂજન કરી, સૂરિજીને વાંદી, સંઘ પાછો ફર્યો. સૂરિજીએ ત્યાંથી વિહાર કર્યો. લાહોર સુધી ભકિત કરવા શાહ શાંકર સુત વીરદાસ સાથે થઈ ગયા. કમશઃ સૂરિજી સરસ્વતી પત્તન (સરસા) અને કસૂર થઈ હાપાણઈ પધાર્યા ત્યાંથી લાહોર માત્ર ચાલીસ કેસ રહ્યું. સૂરિજીના શુભાગમનનો સંદેશ લઈ જે માણસ લાહોર ગર્યો તેનું મંત્રીશ્વરે ખૂબ સન્માન કર્યું અને એને નાની જિલ્લા તેમજ કરકકણાદિ ભારે મૂલ્યવાન વસ્તુઓની ભેટ આપીને સંતુષ્ટ કર્યો.
આ રિણી શહેર ખૂબ પ્રાચીન છે. અહીં અગાઉ ડહાલિયા રાજાનું રાજ્ય હતું. અહીં સં. ૮૪૬ આસપાસ બનાવેલું શ્રીશિતળનાથ સ્વામીનું મંદિર હજુયં વિદ્યમાન છે કે જે એટલું સંગીન અને મજબૂત છે કે જાણે આજેજ બન્યું હોય એવું લાગે છે. કેટલીક જગ્યાએ એને નિર્માણકાળ સંવત ૯૯૯ લખાએલ છે. . . . . : : ' ',