SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ પિર યુગપ્રધાન શ્રીજીનચંદ્રસૂરિ સં. ૧૬૨૨ નું ચોમાસું જેસલમેર કરી સૂરિજી. બિકાનેર પધાર્યા. સંવત્ ૧૬૨૩ નું ચોમાસું. અહીં કર્યું ખેતાસર . દમના રહીશ ચૂંપડા ગોત્રીય સા. ચાંપસીની પત્નિ ચાંપલક દેવીના પુત્રરત્ન માનસિંહને. માગસર વદ ૫ ના રોજ દીક્ષા આપી, એમને દીક્ષાનામ “મહિમરાજ' + રાખ્યું. ત્યાંથી વિહાર કરી “નાડેલાઈ” પધાર્યા, સં. ૧૬ર૪. : ચાતુર્માસ ત્યાંજ થયો. વિહાર પત્ર નં. ૨ માં લખ્યું છે કે - “જન સર જ્ઞાતિ કુલ ૨૦ નિવર્યા” એનું સ્પષ્ટીકરણ એક બિકાનેર જ્ઞાનભંડારની પટ્ટાવલીમાં કરેલ છે–મેગલ - સેના આ શહેરથી તદ્દન સમીપ આવી પહોંચી હતી. લૂંટફાટ અને મારકૂટના ભયથી આકુળ વ્યાકુળ બનેલી પ્રજા ચારે તરફ નાસવા લાગી. સંઘે મળી સૂરિ મહારજને પણ વાત કરી; પરંતુ મહાપુરૂ સ્વયં નિર્ભય તેમજ બીજાને માટે પણ અભયકારક હોય છે. આખું શહેર ખાલી થઈ ગયું, પરન્તુ સૂરિ મહારાજ સામાન્ય જનતાની માફક વ્યાકુળ ન બનતાં ઉપાશ્રયમાંજ નિશ્ચલ ધ્યાન લગાવી બેઠા. એમના ધ્યાન - ર ઉપાધ્યાય શ્રાક્ષમાં કલ્યાણજી ગણિ કૃત ખરતરગચ્છ પટ્ટાવલીમાં માનસિંહની માતાનું નામ “ચતુરંગ દે” લખેલ છે, પરન્તુ ઉપાધ્યાય શ્રી શિવનિધાન અને લબ્ધિકાલ આદિ કૃત પ્રાચીન ગદ્ગલિયો તેમજ શ્રીજિનપાચન્દ્રસૂરિ જ્ઞાન ભંડારની તત્કાલીન લખેલ ખરતરગચ્છ પાવલી ”માં માતાનું નામ ચાંપલદેવી લખેલ છે. પ્રાચીન હોવાને કારણે એજ વધુ ઠીક લાગે છે. • + આ મહિમ રાજજી (બીજિનસિંહસૂરિજી) ભારે પ્રભાવક તેમજ નિર્મળ ચારિરયવાન પ્રકાંડ પંડિત થયા, સંત્રાટ અકબરે એમના ગુણોથી મુગ્ધ બની સૂરિજી પાસે એમને “આચાર્યપદ અપાવેલું એમના વિષેની ' વિશે માહિતી યથાસ્થાન આપળનાં પ્રકરણમાં લખવામાં આવશે.
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy