________________
સાંભળે પ્રાણી ચઉવર્ગ બહુ બુદ્ધિ, મુક્તિવર્યા પ્રભુ પાર્શ્વ તહાંસુધી. જૈન હીતરછુ કહે સર્વ વૃતાંત, વળી પ્રભુ પાર્શ્વન વિહાર કરત.
કર્યો કેમકે ઉપસર્ગ. ૭ કાશી દેશમાં બાણારસી નયરી, સ્વર્ગપુરી સિરદાર કોટ કિલ્લાની શોભા છે ભારી, વનસ્પતિ અતિભાર. વનસ્પતિ અતિભાર બહુ વેલ, દાઢમ દ્રાક્ષ આંબાને કેળ. કુલફળાદી મેવાથી ભરી, કાશી દેશમાં બનારસી નયારી.
સ્વર્ગપુરી સિરદાર. ૮ વિશે વ્યવહારીયા અકળ ધનવંતા, કોટી લખેશરી જાણ નારી કર કેકણ સેવન ચુડો, દામણી ઝળકે ભાળ; દામણી ઝળકે ભાલ ફુલ તાજા ઝાંઝર ઘુઘરા ઝણણાટ ઝાઝા. નહીં કોઈને મને કાંઇ પણ ચિંતા, વશે વ્યવહારીયા અકળ ધનવંતા
કેટી લખેશરી જાણ. ૯ વાવ્ય સરોવર કુપ બહુ પ્રિઢા, નદી ગંગાજળ જાણ સુંદરી સોળ સણગાર સજીને, આ રૂપની ખાણ આવે રૂપની ખાણ ભરે પાણી, સાવન બેડ ને મોતી ઇંઢોણી. ભમર ગુંજારીત શોભે અંબાડા, વાવ્ય સરોવર કુપ બહુ પ્રિઢા,
નદી ગંગાજળ જાણ. ૧૦ જનદાર શિખર બહુ ઉત્તેગા, દેખે મેસુર રાય. ધજા ફરકે જન ગુણગાતી, સુરવધુ પ્રણને પાય.