________________
જ્યારે રાગદ્વેષની પરાધિનતા વિનાનું જ્ઞાન જીવમાં - વર્તતું હોય ત્યારે આત્માના કર્મ મળને નાશ કરનાર તે
ચારિત્ર કહેવાય છે. જ્યાં સુધી જ્ઞાન ક્રોધાદિકષાયોથી દૂષિત હોય છે ત્યાં સુધી અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને સંગત્યાગ એરૂપ વ્યવહારચારિત્ર પણ ટકી શકતું નથી, જે વખતે જ્ઞાન આત્મના સ્વરૂપમાંજ સમાઈ રહે છે. અર્થાત જ્ઞાન આત્માકારે પરિણમી રહે છે, ત્યારે હિંસા, અસત્ય, ચારી, વ્યભિચાર-મિથુન અને પરિગ્રહાદિએ બધું કેણ જાણે કયાએ નાશી જાય છે, તેની હૈયાતિ ત્યાં રહેતી નથી પણ પાછું જ્ઞાન વિષયાકારે પરિણમે છે કે તરતજ હિંસાદિ અને ક્રોધાદિ બધા આવીને ઉભા રહે છે. આ ઉપરથી એ નિશ્ચય થાય છે કે વિષયાકારવૃત્તિ થવી-જ્ઞાનનું વિષયાકારે પરિણમવું તેજ અધર્મનું મૂળ છે. અને જ્ઞાન આત્માકારે પરિણમે તેજ આત્માના સ્વભાવ રૂપ ધર્મનું મૂળ છે.
જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ નિરંજન આત્મસ્વરૂપનું - ગીએ જ્યારે ધ્યાન કરે છે ત્યારેજ કર્મોને ક્ષય થાય છે અને આત્માનું સુક્ત સ્વરૂપ પ્રગટે છે એમાં જરા પણ સંશય નથી.
જે મનુષ્ય આત્માથી પરાક્ મુખ થઈ પરદ્રવ્યમાં રાગ કરે છે ત્યારે તેનામાં જ્ઞાનાદિ રત્નત્રય-જ્ઞાન દર્શન ચારિત્ર ટકી શકતાં નથી અને તેને ચારિત્રમાં ગતિ–પ્રગતિ કરનાર પણ નજ કહેવાય. જેઓ ચારિત્રના ખરા સ્વરૂપને જાણવા