________________
નિવેદન.
શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી ગ્રન્થમાળાના પંચાવનમાં મણકા તરીકે આ ગ્રન્થ બહાર પાડતાં ઘણે આનંદ થાય છે...
શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી મહારાજના સદુપદેશથી કર્મોનું તેમજ અપવતના, ઉદવર્તન, સંક્રમણ વિગેરેનું સ્વરૂપ કેટલૈક અંશે સમજાયાથી એમ લાગ્યું કે દરેક આત્માર્થી મનુષ્ય કર્મ પ્રકૃતિગ્રંથ અવશ્ય વાંચવા વિચારવા એગ્ય છે, પરંતુ મુળ ગ્રંથ અને તેની ટીકા અને સંસ્કૃત ભાષામાં હોવાથી ઘણાં મનુષ્ય તેને લાભ લઈ શકે નહીં; તેથી જે તેનું ગુજરાતી ભાષામાં ભાષાંતર કરાવી બહાર પાડયું હોય તે ઘણે લાભ થાય. આ વિચાર મેં મારા પરોપકારી ગુરૂમહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીને નિવેદન કરતાં તેઓશ્રીએ મારા વિચારને પુષ્ટિ આપી પિતાથી બનતી સહાય આપવા ખુશી જણાવી. શીર નિવાસી પંડિત ચંદુલાલ નાનચંદ પાસે ગુજરાતી ભાષાંતર કરાવવાની ગોઠવણ કરી આપી. પરંતુ આ મેટે ગ્રંથ હાલની સખત મોંઘવારીના વખતમાં કેદની દ્રવ્ય સહાય વગર બહાર પાડી શકાય તેમ ન હોવાથી આ હકીકત મારા સહ અધ્યાચી મિત્રો શા. માણેકલાલ વરજીવનદાસ, શા. છગનલાલ લક્ષમીચંદ (વડ) તા. શા. પ્રેમચંદ દલસુખભાઈને જણાવતાં તેમણે આ કાર્યને અનુમાન આપી ગામ અંગુઠણ (ડ ),નાં બાઈ આધાર શા. ગોરધનભાઈ હીરાચંદનાં વિધવા પત્ની તરફથી રૂ. ૧૪૦૭ ની મદદ તેજ ગામના શેઠ ઇટાલાલ મોહનલાલ દ્વારા મેળવી આપી અને ભાષાંતર તૈયાર થએ છપાવવાનું કાર્ય શરૂ કર્યું. દરમીયાન મારા મિત્ર વકીલ નંદલાલ લલ્લુભાઈને આ સર્વ હકીકત જણાવતાં તેમને આ વિષય પર ખાસ પ્રેમ હોવાથી ઘણાજ આનદ થશે અને તેમણે આ વાત પિતાનાં પુજ્ય માતુશ્રીને જણાવી. તેઓએ જ્ઞાન પંચમીનું