________________
કર્મપ્રકૃતિ.
૪૫
જન
-
.' ગાથાર્થ –ટીકાથનુસારે.
ટીકાઈ–ગુણિતકમશ ઈશાનદેવ સકલેશપરિણામ વડે એકેન્દ્રિયપ્રાગ્ય પ્રકૃતિને બાંધત નપુંસક વેદને વારવાર બાંધીને તે ઈશાન દેવલેથી ચવીને રસ્ત્રી વા પુરૂષ થયેલ હોય, ને તદનાર પૃથકતવમાસાધિક (છ માસ અધિક) આઠ વર્ષ વ્યતીત થતાં પ્રકૃતિને ક્ષય કરવાને અર્થે ઉદ્યત થાય તે જીવને નપુસકવેદ ખપાવતાં સર્વસંક્રમવડે અત્યપ્રક્ષેપ સમયે નપુંસકવેદને ઉ. પ્ર. એકમ હોય છે.
મૂળ ગાથા ૮૫ મી. इथिए भोगभूमिसु, जीविय वासाण संखियाणि
तओ हस्सटिइदेवत्ता, सबलहुं सवसंछोभे ॥८५ ॥
ગાથાથ–ટીકાથીનુસારે. 1 ટીકાથ–ગુગલિક ક્ષેત્રમાં અસંખ્ય વર્ષ સુધી વારંવાર સી વેદ 'બાંધીને તદનંતર પાપમને અસંખ્યાતમભાગ વ્યતીત થયે છતે ૧૦૦૦૦ વર્ષ પ્રમાણુ ટુંક સ્થિતિવાળું દેવાયુષ્ય બાંધીને અકાળે મરણ પામીને દેવપણે ઉત્પન્ન થાય ત્યાં પણ સ્ત્રીવેદને પૂરીને સ્વઆયુ પર્યક્ત કઈ પણ વેદસહિત મનુષ્ય ગતિમાં ઉત્પન્ન થાય ને ત્યાંથી શિષ્ય કર્મક્ષય કરવાને ઉદ્યત થાય. એ પ્રમાણે તે સ્ત્રીવેદને ઉપ્ર. સંક્રમ સર્વસમરૂપ અત્યપ્રક્ષેપ સમયે કર્મ ક્ષય કરવાના અવસરે હોય છે.
૧ પૂરીને” એટલે તે પ્રકૃતિને વારંવાર બંધ કરવાથી અન્ય પ્રકૃતિગત દલિને તત્યકૃતિરૂપે પરિણુમાવવા વડે તે પ્રકૃતિને બહુ પ્રદેશાપચય કરીને,