SearchBrowseAboutContactDonate
Page Preview
Page 783
Loading...
Download File
Download File
Page Text
________________ બાપ તેવા બેટા કેમ પેદા થતા નથી ? ( ૬૮૩ ) તેમાંથી સત્યને મારી નાંખવાની પ્રવૃત્તિ પણ ર્યાવગર રહી શકાતું નથી. સત્યના અનતભેદ છે. દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી સત્યની મર્યાદાઓ બાધતાં છતા પણ અનન્તસત્ય તે અવક્તવ્યરૂપે કાયમ રહે છે. અનન્તસત્યને અનન્તજ્ઞાન પ્રકાશી શકે છે. અનન્ત દૃષ્ટિમાં અનન્તસત્ય છે તેથી સાપેક્ષન વિના કેઈ પણ બાબતની સત્યની વ્યાખ્યા બાંધી શકાય નહિ માટે અનન્તધર્મની વ્યાખ્યા અનુભવનારાઓએ કદાપિ કદાગ્રહ કર. નહિ. અનેક ધર્મમતવાદીઓ કદાગ્રહ કરીને પરસ્પરમાં રહેલ સત્યને અપલાપ કરે છે અને અસત્યને અંગીકાર કરે છે. અએવ સમાજ, સંઘ, દેશ, રાજ્ય, કેમ, જ્ઞાતિ, મંડલ અને વ્યક્તિનું ઉન્નતજીવન કરવાને કદાગ્રહને ત્યાગ કરીને સર્વગત સત્યને અંગીકાર કરવા માટે સદા તૈયાર રહેવું જોઈએ અને અસત્ય કદાગ્રહને ત્યાગ કરવાને રાગદ્વેષથી મુક્ત થવું જોઈએ. હારું તે સાચું એમ નહિ માનતા સત્ય તે હારુંએવો દઢ સત્યભાવ ધારણ કરવો જોઈએ. કામરાગ રને હરાગ દરિગને ત્યાગ કરીને સત્ય ગ્રહવું જોઈએ. અનન્તજ્ઞાનને અનુભવ પ્રકટ્યા પશ્ચાત્ સત્યના અનંત અને સર્વમાથી ખેંચી શકાય છે. સદાચારના સસ્કારથી સુપરંપરાને વિસ્તારવી જોઈએ અને સવિચારવડે ધર્મકર્મના વ્યવહારને પિષ જોઈએ. ગુણકર્મના વિભાગે બ્રાહ્મણાદિ ચારે વર્ગમાં સદાચારના સંસ્કારની પરંપરાની વૃદ્ધિ કરવાથી ચારે વણે પૈકી કઈ વર્ણને ગુણકર્મોથી વિનિપાત થતો નથી તેમજ ત્યાગી સાધુઓને પણ નાશ થતો નથી. હાલ ચારે વર્ણમા સદાચારના સંસ્કારની સુપર પરા વિસ્તાર મન્દ પડી ગયે છે તેથી આયેની પતિતદશા થઈ છે. પરંપરાએ ગુણકર્મોના અનુસારે ચારે વણેમા સંસ્કારોની પરંપરાને વિસ્તાર જે સદા થયા કરે છે તેથી દેશની વિદ્યા-સત્તા-વ્યાપારસેવાદિથી સર્વ પ્રકારે આબાદી રહેશે. તત્વજ્ઞાનના અભાવે કેમ સદાચારના સંસ્કારની પરંપગના વિસ્તારનું માહાસ્ય અવધાઈ શકતું નથી માટે તત્ત્વજ્ઞાનને સર્વત્ર પ્રકાશ થાય એવી બ્રાહ્મણદિવર્ગ દ્વારા પેજના કરીને સદાચારના સંસ્કારની પરંપરા-પુનર્જન્મમાં પણ તેને પ્રાપ્ત થાય એવી સેવાધર્મની પ્રવૃત્તિને અંગીકાર કરવી જોઈએ. સદાચારના સંસ્કારની પરંપરાની મતાથી હાલ બાપ તેવા બેટા પાકી શર્કતા નથી. દેવતાના છોકરા કયલાની પેઠે સર્વત્ર સદાચારના સંસ્કારાભાવે દશા અવલોકાય છે ધર્મકર્મના વ્યવહારને સદ્દવિચારોવડે પિષ જોઈએ ચારે વણેમા અને ત્યાગીવર્ગમ ધર્મકર્મના વ્યવહારની અસ્તવ્યસ્તદશા થવાથી દેશની-સમાજની–સંઘની-રાજ્યની અને વ્યક્તિ સ્વાતંત્ર્યની પડતી થાય છે. ધમકર્મોના વ્યવહારમા અશુદ્ધતા-અસત્યતાને પ્રવેશ થતા વિશ્વજનનું ફૂપમાં વિષ નાખવાની પેઠે અહિત થાય છે અતએ તે તે ધર્મકર્મના વ્યવહારને સદવિચારેવડે અત્યંત પિષવાની જરૂર છે. ધર્મકર્મનો વ્યવહારને લેકે ક્ષેત્રકાલાનુસાર આદરીને સર્વ પ્રકારની ઉન્નતિને કરે એવી રીતે વિચારવડે તેને પિષ જે.
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy