SearchBrowseAboutContactDonate
Page Preview
Page 732
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - ( ૬૩૦ ) શ્રી કર્મયોગ મંથ–સવિવેચન BR - શિત કરાતા સત્ય ધર્મનું મહત્વ છે. ગમે તે ભાષામા ધર્મ પ્રવર્તક મુનીન્દ્ર બેલે છે પરંતુ તેને ઉદ્દેશ ભાષા દ્વારા મનુષ્યને સત્ય વિચારે અને સત્યાચાર અવધવા તરફ હોય છે. નદીના અવકુંઠિત જલપ્રવાહની પેઠે કોઈ પણ પ્રતિત ધર્મના પ્રવાહમાં માલિચ આવ્યા વિના નથી રહેતું, પરંતુ આત્મજ્ઞાની મહાત્માઓ તે ધર્મમાં પ્રવતિત માલિત્યને અવધીને તેને નાશ કરવા અનેક ધર્મપ્રવૃત્તિનાં શુદ્ધ પરિવર્તન કરે છે. ધર્મ સામ્રાજ્યની પ્રગતિથી વ્યાવહારિક રાષ્ટ્રીયાદિ સામ્રાજ્યની પણ નિર્મલ પ્રગતિ થતી જાય છે. વિશ્વવર્તિ મનુષ્યના સમાજમાથી અધર્મને દૂર કરવા માટે આત્મજ્ઞાની મુનીન્દ્રો જે આત્મભોગ આપે છે તેની કિંમ્મત આકી શકાતી નથી. ધર્મપ્રવર્તક મહાત્માઓના અવતારોને ઓળખવામા કવચિત્ અસમતુષે પચાસ વર્ષ પાછળ હોય છે. ધર્ણોદ્ધારક મહાત્માઓ, ધર્મરૂપ અગ્નિને પ્રજવલિત કરે છે તેથી અધર્મ બળીને ભસ્મીભૂત થઈ જાય છે. ધર્ણોદ્ધારક મહાત્માઓ, મનુષ્યનાં કણેમાં સજીવન વિચારમય શબ્દ મંત્રેને કુકે છે તેથી મનુષ્યમાં ધર્મનું નવું ચૈતન્ય આવે છે અને મલિન- . તાને સ્વયમેવ નાશ થઈ જાય છે. ધર્ણોદ્ધારક મહાત્માઓરૂ૫ ઈવ ભૂતકાલમાં અનન્ત થયા છે. વર્તમાનમાં અનેક થાય છે અને ભવિષ્યમાં અનન્ત થશે. વર્તમાનકાલમાં આત્મજ્ઞાની મહાત્માઓને તેમના જીવનકાલમા વિરલ મનુષ્ય ઓળખી શકે છે. જેઓ વર્તમાનમાં તેઓના આત્માને ઓળખે છે તેઓ સર્વસમર્પણ કરીને તેઓને ઇશ્વરરૂપ માનીને તેઓની સેવાભક્તિ કરે છે તથા તેઓની આજ્ઞા પ્રમાણે ધર્મપ્રવૃત્તિ કરે છે. ધર્મેદ્વારક જોગીન્દ્રોને લેકે ઈશ્વરાવતારરૂપ માનીને તેઓની પૂજા કરે છે. જેટલા આત્માઓ છે તેટલા સત્તાએ ઈશ્વર છે. તેઓ આત્મશકિત પ્રગટાવીને વ્યક્તિથી અમુક દૃષ્ટિએ ઈશ્વરાવતાર તરીકે થાય છે. ધર્મેદ્રારક મહાત્માઓ ખરેખર ધર્મ પ્રવર્તક દષ્ટિએ ઈશ્વર જેવા " અથવા ઇશ્વરાવતારે છે. જ્યા સુધી પુણ્યકર્મ છે ત્યાં સુધી તેઓ અવતાર ગ્રહીને આત્માની પરમાત્મતા કરે છે અને અન્ય મનુષ્યને ધર્મથી ઉદ્ધાર કરવાથી તેઓના તેઓ ઈશ્વરે બને છે. વિશ્વવર્તિ લેકેમ તે ઇશ્વરાવતાર તરીકે મનાય છે અને પૂજાય છે. મનુષ્ય તેઓના ગુણવડે તેઓને સાકાર ઈશ્વર તરીકે પૂજે છે. કર્મ છે ત્યાં સુધી આત્માઓને અવતાર થાય છે. કર્મ અગર રજોગુણાદિ માયારહિત શુદ્ધાત્માના અવતારે થતા નથી. કર્મસહિત ઉચ્ચ આત્માઓ પુણ્યપ્રાગભારે મનુષ્યનો અવતાર પામીને આત્મજ્ઞાન-આત્મધર્મને ઉપદેશ આપીને ધર્ણોદ્ધારક ઈશ્વર તરીકે ગવાય છે. જનસ્યાદ્વાદ દષ્ટિએ અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને સાધુ એ પંચપરમેષ્ઠિ છે. સિદ્ધ પરમાત્મા નિરાકાર પરમેષ્ટી છે અને અરિહંત આચાર્ય ઉપાધ્યાય અને સાધુ સાકાર સદેહી પરમેષ્ટી–પરમેશ્વર છે. ધર્ણોદ્ધારક આત્મજ્ઞાની મહાત્માઓ તે ઇશ્વરરૂપ છે વેદાન્ત દષ્ટિએ અદ્વૈતવાદમાં મહાત્માઓ ઈશ્વરે છે. સત્તાગત સંગ્રહનયદષ્ટિએ એક ઈશ્વર
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy