________________
(૯૨૪)
થી કર્મ
ગ્રંથ-સવિવેચન.
જે પ્રવૃત્તિ થઈ હતી. તેનું મૂળ કારણ ધર્મ નથી, કિંતુ તે સમયની રાજકીય પરિસ્થિતિ જ એ ભયંકર અત્યાચારના મૂળ કારણરૂપ હતી. હવે એ રાજકીય પરિસ્થિતિ જે ધર્મના નામતળે પસાર થઈ ગઈ હોય તો તેમા અપરાધ કેને વાર?
જે મારે મહાત્મા છે, તે જ માત્ર એક સત્ય મહાત્મા છે,-એમ એક મનુષ્ય જે વેળાએ બેલે છે, તે વેળાએ તે સર્વથા અસત્ય વાદ જ કરે છે એમ કહેવામાં લેશ માત્ર પણ પ્રત્યવાય નથી. એમ બેલનારને ધર્મના વિષયમાં ધર્મના મૂળાક્ષરને પણ પરિચય થયેલે નથી એમ અવશ્ય તમારે સમજી લેવું. ધર્મ કેવળ વ્યર્થ વિવાદને કિંવા કેવળ ઉત્પત્તિ તેમજ કેવળ બુદ્ધિગમ્ય માર્ગને વિષય નથી; કિંતુ તે તે અંતરાત્માના અત્યંત ગૂઢભાગમાના પ્રત્યક્ષ અનુભવને જ વિષય છે. પરમેશ્વરને જે પ્રત્યક્ષ અનુભવ કિવા સાક્ષાત્કાર તે જ ધર્મ છે. જે પરમેશ્વરના અંતગૃહમાં ખરેખર જ તમારો પ્રવેશ થયેલો હોય, તે પરમાત્મા અને તેના સર્વ બાળકે સાથે તમારે પરિચય થયેલો હે જ જોઈએ. પરમેશ્વરના ગૃહમાં જવા છતાં તેના બાળકોને પરિચય ન થાય, એ કદાપિ બની શકે એમ છે ખરું કે? તે તેના બાળકોને પરિચય ન હ એને અર્થ કેવળ એટલે જ કરી શકાય કે, પરમેશ્વરના અંતગૃહમાં તમારો પ્રવેશ થયે જ નથી. પરમેશ્વરના અવતાર કે પણ યુગમાં અને કઈ પણ દેશમાં થયેલા હોય, તે પણ મૂળત: તે સર્વ અવતારની એકવાક્યતા જ છે-એમ જ આપણું જોવામાં આવ્યા કરે છે. તેમના અંતરાત્મા સાથે આપણે સત્ય પરિચય થતાં, તે સર્વ અવતારમાં સર્વથા અભેદભાવને જ અધિકાર વ્યાપી રહેલે આપણું જેવા અને જાણવામા આવી શકે છે. જે જે વેળાએ આપણે એવા મહાત્માઓ સાથે સમાગમ થાય છે, તે તે વેળાએ તેમના સુધાસ્પર્શથી આપણું મન તત્કાળ પ્રકાશિત થઈ જાય છે અને આપણું મનને સર્વત્ર વિસ્તરેલો અનંત પ્રકાશ દેખાવા માંડે છે. ”
સ્વામી વિવેકાનન્દ ઉપર્યુક્ત જે વિચારો દર્શાવ્યાં છે તેમાથી સાપેક્ષદષ્ટિએ સાર ખેંચવાની આવશ્યકતા છે. સ્વામી વિવેકાનન્દના સર્વ વિચારે આપણને માન્યભૂત હતા નથી. આપણે તેમાંથી સાર ખેંચીને વિચારવું કે, ગીતાર્થમહાત્માઓને પંચપરમેષ્ટિમાં સમાવેશ થાય છે અને તેઓ અવતારી મહાત્મા છે. પરંતુ અષ્ટકર્મરહિત સિદ્ધ પરમાત્માના અવતાર થતા નથી. દરેકમાં ભિન્ન ભિન્ન શકિતઓ ખીલી હોય છે. એક સમાનગુણે સર્વ મહાત્માઓમા હેઈ શક્તા નથી. દેશકાલપર ભિન્ન ભિન્ન રીતે મહાત્માઓ વિવિધ જાતિની સુધારણાઓ કરે છે. ગીતાર્થગુરુઓ સત્યને પ્રકાશ કરે છે અને અસત્ય પ્રવૃત્તિને હઠાવી દે છે, ધર્મની સ્થાપના અને રક્ષા કરવા માટે જ્ઞાનગુરુઓ પ્રગટે છે. પ્રત્યેક ગીતાર્થ વાધિકારે કર્તવ્યકર્મોને કરે છે અને અનાશ્રિત મનુષ્યને ઉદ્ધાર કરે છે માટે આત્મજ્ઞાની મહાત્માએની આજ્ઞા પ્રમાણે સ્વાધિકારે કર્તવ્ય કર્મો કરવાની જરૂર છે. તેઓ વાધિકાર જે ક્રશ