SearchBrowseAboutContactDonate
Page Preview
Page 702
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - -- - - - - - ( ૬૦૦ ). શ્રી કમાગ ગ્રંથ-સવિવેચન. પ્રકારની ધૂમશદીની પ્રવૃત્તિ કર્યા કરે છે તેમા પરિણામ “અંતે એ આવે છે કે તેથી ઇ-ની ક્ષીણતા થાય છે છતાં સત્ય સુખ તે મળતું નથી. રાજ્યષ્યવસ્થા વગેરે પ્રવૃત્તિઓનું મૂળ કારણ ઇન્દ્રિયસુખ છે એમ જેઓ સમજતા હોય છે તેઓ બહાથી ગમે તેટલી ઈન્દ્ર સમાન ઉન્નતિ પાયા હોય છે છતાં તેમાં પણ તેઓની પડતી 'વિદ્યદુ વેગવત થાય છે. * બાબલિયનું રાજ્યે, ગ્રીક રાજ્ય, ઈરાની રાજ્ય, ઈજીપ્ત રાજ્ય અને તત્સમયના અનુચ્છેએ બાહ્ય સુખની પ્રાપ્તિ માટે અને ઇન્દ્રિયની તૃપ્તિ માટે અનેક શે કરી પ્રવૃત્તિ કરી હતી, પરંતુ તેનું પરિણામ અદ્યપર્યત શૂન્યમાં આવ્યું છે. હાલમાં બાહ્ય વિદ્યાથી પાશ્ચાત્ય વિદ્વાને સત્ય સુખ માટે અનેક પ્રકારની શોધ ચલાવી રહ્યા છે પણ તેનું પરિણામ ખરેખર સત્ય સુખ માટે તે મીંડા જેવું આવ્યું છે અને આવશે. જાથા દામ અને પ્રકૃતિથી ભિન્ન આત્મા છે. અધ્યાત્મજ્ઞાનથી આત્મામાં જ અનન્ત સુખ છે એ - અધ્યાત્મ જ્ઞાનીમુનિવરોએ નિર્ણય કરેલો છે, તેમાં નિશ્ચય વિના બહિરાત્મભાવથી બાંહ્ય જડ વસ્તુઓમાં ગમે તે રીતે સુખ શોધવામા આવે પરંતુ ત્યાં સુખ ન હોવાથી કોટિ ઉપાયે કરતાં છતાં ‘પણ સુખ ન મળે એ સત્ય નિશ્ચય છે. તેને ગમે તેવા સાયન્સ વિદ્યાના ફેસર પણ ફેરવવા શક્તિમાન્ થતા નથી. બહિરાહ્મદમિત્તેવિશ્વવર્તિમનુષ્ય ખાદ્યપદાર્થોમાં સુખબુદ્ધિ કલ્પીને અનત વસ્તુએના દાસ બનીને તેઓને સ્વાયત્તા કરે છે. પરંતુ બહિરુવસ્તુમા સુખ ન મળતા અંતે જ્યારે દુખ પ્રાપ્ત થાય છે ત્યારે માખીની પેઠે હસ્તઘર્ષણ કરે છે. યુરોપ વગેરે દેશોમાં બહિરાત્મભાવની અત્યંત પ્રવૃત્તિ થવા લાગી છે અને જડવાદ પ્રતિ લેકેની અત્યંત વૃત્તિ આકર્ષાય છે તેનું પરિણામ અને વિનાશમાં આવવાનું છે. જડવાદી યુપીય મનુષ્યની નિવૃત્તિ પણ પ્રવૃત્તિમય હોય છે અને આર્યવાસીઓની પ્રવૃત્તિ પણ નિવૃત્તિમય હોય છે, તેનું કારણ એ છે કે આર્યાવર્તના મનુષ્યમાં અધ્યાત્મજ્ઞાનના જન્મતાની સાથે 'સાથે સંસ્કાર પડે છે તેથી તેઓ આજીવિકાદિ નિમિત્તે બાહ્ય પ્રવૃત્તિ ગમે તેટલી કરે છે તે પણ તેઓના હદયમાં નિવૃત્તિનાં નિર્મલ ઝરણું વહ્યા કરે છે. બહિરાત્મભાવથી મનુષ્ય નૈસર્ગિકસુખમય જીવનને અને પ્રભુમય જીવનને લાભ પ્રાપ્ત કરી શકતા નથી. બહિરત્મભાવથી નિશા ઉરે તિ, નાઈના કુંતની દશાને પ્રાપ્ત કરી વાર્થમયપ્રવૃત્તિ સેવીને અન્યમનુષ્યના-પ્રાણુઓના સુખસાનેને ઝુંટવી લેવા પ્રયત્ન કરે છે. ગવાસિષગ્રંથમાં મુખ્યપણે દશાવેલી હવૃત્તિ યાને માયાની વશ પડેલા બહિરાત્મીયમનુષ્ય ધર્મના હેતુઓને પણ અધર્મહેતુઓ તરીકે પરિણુમાવે છે અને પાપબુદ્ધિને સર્વત્ર અગ્રગામી કરી અનેક જાતીય અકલ્યાણમય પ્રવૃત્તિને સેવે છે. બહિરાત્મભાવથી અજ્ઞાનીઓએ જે નીતિના નિયમ બાધ્યા હોય છે તે પણ ક્ષણે ક્ષણે સ્વાર્થવૃત્તિને અનુસરી “પરાવર્યા કરે છે. સિકંદરે
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy