SearchBrowseAboutContactDonate
Page Preview
Page 644
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૪૨). શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. અને ભવિષ્યમાં જે બનશે તે સર્વે જૈનદર્શનરૂપ આત્માની બહાર નથી. આવા જૈનદર્શનરૂપ પરમાત્માને આરોધી-સેવી અને તેનું ધ્યાન ધરીને રાશીગચ્છના જૈન, બૌદ્ધો, સખે, હિન્દુ, મુસલમાને, ખ્રિસ્તિ વગેરે સર્વ ધર્મના મનુષ્ય, જૈનદર્શનપ્રતિપાઘ સમભાવરૂ૫ આત્માની અવસ્થાને અંગીકાર કરીને મુક્તિ પામે છે. સમભાવ છે તે જ આત્માની શુદ્ધ દશા છે, તેને પામીને ગમે તે દર્શનમાં રહેલો મનુષ્ય મુકિતપદને પામે છે એમ શ્રી મહાવીર પ્રભુ જણાવે છે. જાથા જેવો ઘા મારે ના, જુહો g ગર અન્નો વા સમમામાવી જur, wદ સુવર્ણ દેવો . વેતાંબર, દિગંબર, બૌદ્ધ, વેદાન્તી, પ્રીતિ, મુસલમાન આદિ ગમે તે ધમ મનુષ્ય હોય પરંતુ તે રાગદ્વેષ રહિત સમભાવને પામી મુક્તિ પામે છે એમાં કંઈ પણ શંકા નથી. રાગદ્વેષ રહિત દશા થવાથી સમભાવની પ્રાપ્તિ થાય છે. દુનિયાના સર્વ દર્શન પર અને સર્વ શુભાશુભ મનાતા પદાર્થો પર તથા જી પર સમભાવ પ્રગટે છે ત્યારે ઘનઘાતી મેહનીય વગેરે કર્મોને નાશ થાય છે અને આત્મામાં કેવળજ્ઞાન પ્રગટે છે. આત્માની પરમશુદ્ધતા એ જ શુદ્ધબ્રહ્મ અવધવું. સમ્ય ભાવથી આત્માની શુદ્ધતા થાય છે. સર્વનની સાપેક્ષતાએ આત્માનું સ્વરૂ૫ અબોધાતાં સમભાવ પ્રગટે છે અને તેથી સર્વદર્શનના લેકે સમભાવને પગથીએ પાદ મૂકીને મુક્તિપદને પ્રાપ્ત કરે છે. સર્વગરછીય મનુ, અને સર્વદાર્શનિક મનુષ્ય, સમભાવને અવલંબી મુક્તિપદને પામ્યા, પામે છે અને પામશે-એમા જરા માત્ર સંશય નથી. એમ આત્મજ્ઞાની ગીઓદ્વારા અવધીને મનુષ્યોએ કર્તવ્ય કર્મને સમભાવે કરવાં કરાવવા અને અનુમેદવાં. સમભાવપૂર્વક ધર્મકર્મચગી બનીને કર્તવ્ય કર્મો સેવવા. અવતરણ–મહાસંઘની સેવા-ભક્તિથી પરમાત્માની સેવા થઈ શકે છે અને તેથી મહાલની પ્રાપ્તિ થાય છે તે દર્શાવે છે. श्लोकः अतः श्रीयुतसंघस्य वैयावृत्ये महाफलम् । ज्ञात्वा तदेव कर्तव्यमात्मशत्त्यनुसारतः ॥ १३०॥ શબ્દાર્થ –ઉપર્યુક્ત હેતુઓથી મહાસંઘની વૈયાવૃત્યમાં-સેવામાં ભક્તિમાં મહાફલા છે એમ અવબોધીને આત્મહત્યનુસાર મહાસંઘની સેવા કરવી જોઈએ. વિવેચનઃ-મહાસંઘમાં સર્વ ગરીય આચાર્યો ઉપાધ્યાયે સાધુઓ સાવીઓ શ્રાવક અને શ્રાવિકાઓને સમાવેશ થાય છે. મહાસંઘમાં સર્વ ધમી મનુષ્યનો સમાવેશ થાય છે. વિશ્વવતિ સર્વધર્મી મનુષ્યના આત્માઓના સમૂહરૂપ સમષ્ટિ-પ્રભુની સેવાભક્તિ કે
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy