SearchBrowseAboutContactDonate
Page Preview
Page 638
Loading...
Download File
Download File
Page Text
________________ આમ અ ( ૫૩૬) થી કર્મ ગ્રંથ-સવિવેચન * * * શક્તિ ખીલવવી તે પિતાના હાથમાં છે. પરને કરગરીને પરાશ્રયી બનવાથી કે પિતાને ઉદ્ધાર કરી શકતું નથી. અતએ સ્વાશ્રયી આત્મવીર્ય ફેરવી આત્મશકિતને ઉત્સર્ગ અને અપવાદમાગથી પ્રગટાવવી જોઈએ. પ્રભુના સેવક બની પરાશ્રયી બની હાથ જોડી બેસી રહેવા માત્રથી સ્વાત્માને ઉદ્ધાર થતો નથી. દ્રવ્ય ક્ષેત્રકાલભાવને અનુસરી ઉત્સર્ગકાલે ઉત્સર્ગમાગને અને અપવાદ વખતે અપવાદને અનુસરી આત્મશક્તિ ખીલવવી જોઈએ. આત્મામાં જ આત્મશક્તિ છે અને તેઓને પ્રાપ્ત કરવાને મન વાણી અને કાયાની સામગ્રીની પ્રાપ્તિ થઈ છે. દ્રવ્ય ક્ષેત્રકાલથી સાધુઓએ અને ગૃહસ્થોએ ધર્મપ્રવૃત્તિ કરવી જોઈએ અને વ્યાવહારિક પ્રગતિમા તથા ધાર્મિક પ્રગતિમાં સદા અગ્રગામી રહેવું જોઈએ. રવધર્મને સ્વકેમને ઉદ્ધાર પિતાના હાથે જ થવાનું છે. અન્યનું દેખાદેખી અનુકરણકરવાથી કદિ સ્વાદ્ધાર તથા સમાજસદ્ધાર થવાનું નથી. વાશ્રયથી આત્માનું બળ ખીલે છે અને પરાશ્રયથી દાસત્વદશા પ્રાપ્ત થાય છે માટે કદાપિ આત્માને , ઉદ્ધાર કરવા પાછા પડવું નહિ. સ્વધર્મરક્ષણ, સ્વધર્મકર્મપ્રવૃત્તિ, સ્વકેમરક્ષા, સંઘવૃદ્ધિ, કમસેવા ઈત્યાદિ કાર્યો કરવામાં સર્વ પ્રવૃત્તિમાં સ્વાશ્રયી બનવું અને વર્તમાન જમાનામાં સર્વ ગ્ય શક્તિને પ્રકટ કરવી અને ધર્મકર્મ પ્રવૃત્તિમાં ઉપયોગ રાખવે. અવતરણું–જે જે ભિન્ન ભિન્ન કર્મોથી આન્નતિ થાય તે તે કર્મોને દ્વવ્યાદિક વેગે ઉત્સર્ગ અપવાદથી સ્વાધિકારે આદરવાને પ્રબંધે છે. श्लोको भिन्नभिन्नक्रियायोगै-यरात्मोन्नतिर्भवेत् । कर्तव्यास्ते क्रियायोगाः प्रशस्या द्रव्यभावतः ॥१२५॥ मुक्तिरसंख्ययोगैः स्यात् सर्वज्ञेन प्रभाषितम् । साम्ययुक्तेन चित्तेन कर्तव्याः स्वीयशक्तितः ॥१२६॥ શબ્દાર્થ–જે જે ભિન્નક્રિયા અથત કર્મચગેવડે આત્મોન્નતિ થાય છે તે પ્રશસ્ય કર્મો કવ્યભાવથી કરવા જોઈએ. અસંખ્ય યેગથી મુક્તિ છે એમ શ્રી વીર પ્રભુએ કસ્યું છે માટે અસંખ્ય યોગેમ પરસ્પર વિરુદ્ધતા ન ધારતાં સામ્યયુત ચિત્તવડે સ્વીયશક્તિથી જે જે કર્મો કરવા પડ્યા હોય તે કરવા. વિવેચન –સેવા, ભક્તિ, ઉપાસના, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીશસ્થાનક આરાધના, નવપદ આરાધના, સાધુભક્તિ, સાધવી ભક્તિ, સંઘભક્તિ, ધર્મકર્મપ્રવૃત્તિ, તીર્થંકર
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy